જ્યોતિષ શાસ્ત્ર

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના આ અંગો પર આવે છે ખંજવાળ, તો જલ્દી મળી શકે છે શુભ સંકેત

આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં બધા જ લોકોને પૈસાની જરૂરીયાત હોય છે. પૈસા વગર તો કોઈ કામ જ સંભવ નથી. પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરે છે. પૈસા એક એવી વસ્તુ છે જેની દરેક સમયે જરૂર પડે છે. તનતોડ મહેનત કર્યા બાદ જો ઉમ્મીદથી વધારે ધન પ્રાપ્ત થાય તો કોઈ સારો સંકેત મળે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, શરીરના વિભિન્ન અંગોમાં થનારા બદલાવનું વિશ્લેષણ કરવામાં આવે છે. જેમાં શરીરના અંગોમાં આવતી ખંજવાળનું ખાસ મહત્વ છે.
આમ તો ખંજવાળ આવવી એ એક સામાન્ય વાત છે. પરંતુ જો સામુદ્રિક શાસ્ત્રથી જોવામાં આવે તો વિભિન્ન અંગો પર આવતી ખંજવાળ અલગ-અલગ સંદેશો લઈને આવે છે. આ ખંજવાળને ગંભીરતાથી લેવી આવશ્યક છે. પરંતુ ઘણા લોકો શરીરમાંથી આવતી ખંજવાળથી બિલકુલ અજાણ હોય છે. શરીરમાં આવતી ખંજવાળનું ખાસ મહત્વ છે. હાથમાં આવતી ખંજવાળ સંકેત આપે છે લાભ થશે કે હાનિ થશે.

આવો જાણીએ શરીરના ક્યાં અંગમાં આવતી ખંજવાળ શું શુભ સંકેત આપે છે.

ખભા પર ખંજવાળ આવવી

Image Source

જો તમારા જમણા ખભા પર ખંજવાળ આવે તો તમને જલ્દી જ કોઈક મોટી વસ્તુ હાથ લાગશે. તમે થોડા જ સમયમાં સંતાન સુખ પ્રાપ્ત કરી શકશો. આ સિવાય આ ખંજવાળ એ વાતની પણ પૂર્વ સૂચના આપે છે કે, તમને કોઈ સારું મળશે.

ગાલ પર ખંજવાળ આવવી

Image Source

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો તમારા ડાબા ગાલ પર ખંજવાળ આવે તો તેનો અર્થ થાય છે કે એવા માણસ જેને તમે બહુજ પ્રેમ કરો છો તે તમારા પપ્રત્યે બહુ જ સારું વિચારી રહ્યો છે. પરંતુ જમણા ગાલ પર ખંજવાળ આવે તો સમજી જજો કે, કોઈ છે જે તમારા વિષે ભુજ ખરાબ-ખરાબ વિચારી રહ્યું છે. જો સીધી ગાલ પર જ ખંજવાળ આવે તો સમજી જવાનું કે, તમારો પાર્ટનર તમારા વિષે ખરાબ-ખરાબ વિચારી રહ્યો છે.

માથાના પાછળના ભાગમાં ખંજવાળ આવવી

Image Source

જો તમને માથાના પાછળઆ ભાગમાં ખંજવાળ આવે છે તો એ વાતનો સંકેત આપે છે કે તમારી ઓફિસ અને કાર્યસ્થળ પર કોઈ મોટી ઉપલબ્ધી હાંસિલ થશે અથવા તમને પ્રમોશન મળશે. આ સાથે જ તમારા કામમાં તમને પ્રગતિ પણ કરી શકો છો.

આઈબ્રો પર ખંજવાળ આવવી

Image Source

જો તમને આઈબ્રો પર ખંજવાળ આવતી હોય તો એવું માનવામાં આવે છે કે, ભવિષ્યમાં કોઈ નજીકનું વ્યક્તિ તમન નિરાશ કરવા જઈ રહ્યું છે. જો તમને જમણા આઈબ્રો ઉપર ખંજવાળ આવે તપ તમારા જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.

ગળામાં ખંજવાળ આવી

Image Source

ગળાના પાછળના ભાગમાં ખંજવાળ આવતી હોય તો તેનો અર્થ થાય છે કે ઘરના કોઈ સભ્યની તબિયત બગડી શકે છે.

જમણા હાથમાં ખંજવાળ આવવી
જો કોઈ વ્યક્તિને જમણા હાથની હથેળી પર ખંજવાળ આવે તો તેનો અર્થ થાય છે કે જલ્દી જ ધન લાભ થશે. જો ડાબા હાથમાં ખંજવાળ આવે તો તમારા હાથમાંથી પૈસા નીકળી જશે.

આંખમાં ખંજવાળ આવવી

Image Source

જો આંખમાં અથવા તેની આસપાસ ખંજવાળ આવે તો તમારી પાસે ક્યાંયથીપૈસા આવવાની સંભાવના છે. આ સિવાય પૈસા કારણે તમારું કોઈ કામ ફસાઈ ગયું હોય તો તેમાં પણ લાભ થઇ શકે છે.

છાતી પર ખંજવાળ આવી
જો પુરુષોની છાતી પર ખંજવાળ આવે તો પિતાની સંપત્તિ મળવાની આશા છે. જો મહિલાઓને ખંજવાળ આવે તો તેના બાળકને કોઈ પણ બીમારી થવાનો ડર છે.

પગના તળિયામાં ખંજવાળ આવવી

Image Source

તળિયામાં ખંજવાળ આવવી એ સ્વભાવિક છે. પરંતુ જમણા પગના તળિયામાં ખંજવાળ આવે તો તમારે એક એવી યાત્રા કરવી પડશે કે તે સુખદ પરિણામ લાવી શકે છે. જો ડાબા પગના તળિયામાં ખંજવાળ આવે તો યાત્રા દરમિયાન તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.