કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

હનુમાન ચાલીસાને અવગણવાની ભૂલ ના કરતા, એની અંદર છૂપાયેલી અમોઘ શક્તિઓ!

મહાત્મા તુલસીદાસજી દ્વારા રચાયેલી ‘હનુમાન ચાલીસા’ તો કોણે નહી સાંભળી હોય? ગામ, શહેર, શેરી કે મહોલ્લામાં, મંદિરોમાં કે ઘરમાં આ સદાબહાર ચાલીસાનો પાઠ થતો જ હોય છે. આપણામાંથી પણ ઘણાંને હનુમાન ચાલીસા મોઢે હશે. અહીં વાત એ જણાવવાની છે, કે હનુમાન ચાલીસા માત્ર પ્રાર્થના નથી, સ્તુતિ નથી પણ અમાપ શક્તિનો સ્ત્રોત છે – જો જાણી શકો તો! તમારાં જીવનમાં ડગલેને પગલે સાથ આપે તેવી અમોઘ શક્તિ છે આ ચાલીસાની અંદર.

Image Source

હનુમાન ચાલીસા જો ભક્તિભાવપૂર્વક બોલવામાં આવે તો કેવો અને કેટલો ફેરફાર જીવનમાં આવી શકે એ વિશે અમુક ટચૂકડી વાતો અહીં મૂકી છે, જે જોઈ લેજો:

યાદ નથી રહેતું? દિમાગ કામ નથી કરતું?:

કહેવાય છે, કે માનસિક તણાવથી ઝઝૂમી રહેલા લોકો માટે હનુમાન ચાલીસા રામબાણ ઇલાજ સમાન છે. ઘરનાં અને બહારનાં વાતાવરણથી હંમેશા તણાવગ્રસ્ત રહેતા લોકોમાં યાદશક્તિ ઓછી હોય છે. સતત ટેન્શનને પરિણામે મગજ તેમાં જ રચ્યુંપચ્યું રહેતું હોવાથી આવું થાય છે.

આવા લોકો માટે શ્રેષ્ઠ ઉપાય છે : સૂતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો! માત્ર પાઠ કરવો જ નહી, ભક્તિભાવપૂર્વક હનુમાનજીની છબી મનમાં લાવવી. આ પ્રમાણે હનુમાન ચાલીસા બોલવાથી મન સ્થિર થાય છે. ભટકતાં ચંચળ મનને પ્રભુ સ્મરણની દિશા મળવાથી યાદશક્તિમાં પણ તીવ્ર વધારો થાય છે.

Image Source

આમ તો આખી હનુમાન ચાલીસા બોલવી એ પાંચ મિનીટથી વધારે સમયનું કામ નથી. પણ જો એ પણ ના થઈ શકતું હોય તો નીચે આપેલી પંક્તિઓ તો બોલી જ નાખજો –

બુદ્ધિહિન તનુ જાનિકે, સુમિરો પવન કુમાર;

બલ-બુદ્ધિ-વિદ્યા દેહુ મોહિ, હરહૂ કલેશ વિકાર!

આ પંક્તિઓનો અર્થ છે : હું બુદ્ધિ વગરનો, મૂઢમતિ તમને જાણ્યા બાદ તમારું સ્મરણ કરું છું. પ્રભુ! મને બળ આપજે, બુદ્ધિ આપજે અને વિદ્યા આપજે. મારા નાથ! મારા જીવનમાં રહેલ દુ:ખ અને વિકારોનો નાશ કરજે.

Image Source

નાશે રોગ, હરે સબ પીરા! :

હનુમાન ચાલીસામાં આવતી આ લીટી તમે સાંભળી જ હશે. હનુમાનજીનું નામ સ્મરણ માત્ર રોગને દૂર કરનારું, પીડાઓનો નાશ કરનારું છે. તો હનુમાન ચાલીસાની તો શું વાત કરવી? બિમારીઓના સમયે ડોક્ટરની દવાઓના ઇલાજથી સાથે હનુમાન ચાલીસા નામની દવા પણ કરવામાં આવે તો પરિણામ તત્કાળ મળે છે. શર્ત એટલી જ કે, શ્રદ્ધા જોઈએ બસ!

Image Source

ભૂત-પિશાચ નિકટ નહી આવે!:

રાત્રે બિહામણાં સપનાં આવવા, બહાર જતા કોઈ ડરામણો અનુભવ થવો કે રાત્રી વેળાંએ વેરાન જગ્યા પર જવાનું થાય ત્યારે હનુમાન ચાલીસાનું સ્મરણ જરૂરથી કરવું. ભયમાત્રને દૂર કરનારો આ ઇલાજ હાથવગો જ રાખવો!

Image Source

કેમ કે,

નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો, જય બજરંગબલી!