કોરોના ઇફેક્ટઃ અર્થવ્યવસ્થાની ટુરિઝમ સેક્ટર પર ખરાબ અસર

0
Image Source

કોરોના વાયરસના કારણે સામાન્ય માણસોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે સાથે ફરવાના શોખીન જે લોકો સમર વેકેશનની જ રાહે હોય છે. તે લોકો પણ અત્યારે ઘરમાં જ લોકડાઉન થયા છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાની સાથે ટૂરિઝ્મ સેક્ટર પર પણ ખરાબ રીતે અસર થઈ છે. વિશ્વમાં ઘણા એવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં દર વર્ષે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર આવતા ટુરિસ્ટ્સની સંખ્યા ઘટી ગઈ છે. આજે દુનિયાની ઘણી એવી પ્લેસીસ છે જ્યાં સન્નાટો જોવા મળી રહ્યો છે. આવો તો એ સ્થળ વિશે જાણીએ. જ્યાં હાલ તો નહીં પણ ભવિષ્યમાં ફરવા જઇ શકો છો.

Image Source

બાલી, ઇન્ડોનેશિયા:
ઈન્ડોનેશિયાનું સૌથી પ્રસિદ્ધ શહેર બાલી એક મોટું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે. આ સ્થળ જ્વાળામુખીના પર્વતો, ચોખાનાં ખેતરો, બીચ અને અંડરવોટર કોરલ રીફ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં આવેલાં મંદિરો પણ લોકોને આકર્ષિત કરે છે. પરંતુ કોરોનાવાઈરસના કારણે અહીં પર્યટકો અહીં આવવાનું ટાળી રહ્યા છે.

Image Source

ફુકેત, થાઈલેન્ડ:
ફુકેતને થાઈલેન્ડનું સૌથી રોમેન્ટિક હનીમૂન સ્પોટ પણ કહેવામાં આવે છે. અહીં સુંદર બીચ પર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. પરંતુ કોરોનાને કારણે અહીં આવનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

Image Source

સેન્ટ માર્ક સ્ક્વેર, વેનિસ:
ઈટાલીની એક ચોથાભાગની વસ્તી ઘરમાં કેદ છે જેના કારણે વેનિસ શહેરના પ્રખ્યાત સેન્ટ માર્ક સ્ક્વેર પર અત્યારે પર્યટકો જવાનું ટાળી રહ્યા છે. જો કે અન્ય દિવસોમાં અહીં દરરોજ 30 હજારથી વધારે ટૂરિસ્ટ આવે છે.

Image Source

ગિંજા, ટોક્યો:
જાપાનની રાજધાની ટોક્યોમાં શોપિંગ માટે પ્રખ્યાત ગિંજા જિલ્લાના રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે, લોકો રસ્તાની વચ્ચે પાથરણાં પાથરીને બેસી ગયા છે, પરંતુ કોઈ તેમને રોકવાવાળું નથી.

Image Source

ગ્રાન્ડ રોયલ પેલેસ, બેંગકોક:
બેંગકોકનો ગ્રાન્ડ રોયલ પેલેસ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે. થાઈલેન્ડના ટૂરિઝ્મ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે, આ ડેસ્ટિનેશનમાં ટૂરિસ્ટોની સંખ્યામાં ઓછી થઈ ગઈ છે.

Image Source

અંગકોર વાટ, કંબોડિયા:
કંબોડિયા સ્થિત વર્લ્ડ હેરિટેજ સાઈટ એવું અંગકોર વાટ ભગવાન વિષ્ણુને સમર્પિત વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. દર વર્ષે લગભગ 20 લાખ લોકો આ મંદિરની મુલાકાત લે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અહીં આવનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

Image Source

હનોઈ, વિયેતનામ:
સાઉથ ઈસ્ટ એશિયાના નાના પણ સુંદર અને શાંત દેશ વિયેતનામમાં લોકો આરામ અને શાંતિની ક્ષણો પસાર કરવા આવે છે. કોરોનાવાઈરસના વધતા જોખને ધ્યાનમાં રાખતા વિયેતનામમાં ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.