હેલ્થ

આ ડ્રિન્ક આપશે તમને ખાસ એનર્જી, સાથે જ વધારશે રોગપ્રતિકારક શક્તિ

કોરોના કાળમાં જો શરીર માટે સૌથી વધારે જરૂરી હોય તો તે છે રોગ પ્રતિકારક શક્તિ. મોટાભાગના લોકો પોતાની રોગ શક્તિ વધારવા માટેના ઘણા બધા ઉપાયો કરતા હોય છે. કેટલાક કારગર નીવડે છે તો કેટલાક નથી નીવડતા.

આજકાલના વ્યસ્ત જીવનના કારણે થાક લાગવો સ્વાભાવિક છે. જો આવું રોજ બનતું હોય તો તમારે તમારા ડાયટ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. યોગ્ય ડાયટ પ્લાન ફોલો ના કરવાના કારણે ના માત્ર થાક પરંતુ ઓછા હિમોગ્લોબીન, કમજોર રોગ પ્રતિકારક શક્તિ, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. ઘરેલુ ઉપાય દ્વારા પણ તમે આવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

Image Source

હીમોગ્લોબિનની ઉણપના કારણે ના માત્ર થાક પરંતુ વાળ ઉતરવા અને કમજોર રોગ પ્રતિકારક શક્તિના કારણે પણ લોકોને નમવું પડી શકે છે. એવામાં રોજ સવાર સાંજ આ એક એનર્જી ડ્રિન્ક પીવાથી હિમોગ્લોબીન વધશે અને આ સમસ્યા પણ ઓછી થશે.

Image Source

એનર્જી ડ્રિન્ક બનાવવાની સામગ્રી:

 • 1 બીટ
 • 1 ગાજર
 • 1 મુઠ્ઠી લીલા ધાણા
 • દાઢમ 7થી 8
 • એક મુઠ્ઠી મીઠો લીમડો
 • 1 ટુકડો આદુ
 • અડધું લીંબુ

એનર્જી ડ્રિન્ક બનાવવાની રીત:

 • ઉપર જણાવેલી બધી જ સામગ્રીને ભેગી કરી લેવી.
 • ત્યારબાદ મિક્સરના જારની અંદર અડધો કપ પાણી નાખીને ભેળવો.
 • આ મિશ્રણને સારી રીતે પીસી લેવું.
 • ત્યારબાદ તેને ગળણીથી ગાળી લેવું.
 • છેલ્લે થોડો લીંબુનો રસ ભેળવવો
 • હવે તાજા તાજા જ્યૂસનું સેવન કરવું.

આ છે બીજા અન્ય ફાયદાઓ:

 • આ જ્યુસ પીવાથી શરીરમાં મેટાબોલિજ્મ રેટ વધુ સારો બનવામાં મદદ મળે છે.
 • લોહીને શુદ્ધ કરવામાં આ ડ્રિન્ક પ્રભાવશાળી માનવામાં આવે છે.
 • શરીરમાં હિમોગ્લોબીન વધારવાની સાથે બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં પણ સક્ષમ છે.
 • તેમાં કૈલોરી પણ ઓછી હોય છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.