હેલ્થ

આયુર્વેદિકના આ ઉપાયોથી કરો તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબુત, હરાવો કોરોનાને

કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં ફેલાયેલો છે ત્યારે તેનાથી બચવાનો એક જ ઉપાય છે, પોતાની સલામતી, સોશિયલ ડિસ્ટેંસીન્ગ અને વારંવાર હાથ ધોવાની સાથે સાથે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ  હોવી ખુબ જ જરૂરી છે, જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો કોરોના વાયરસ તમારા ઉપર જલ્દી પોતાનો પ્રભાવ નહીં પાડી શકે પરંતુ તમારી રોગ પ્રતિકારક શક્તિ નવલી હશે તો આ વાયરસ તમારા ઉપર જલ્દી અસર કરવા લાગશે, તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ પાસે ઘણા બધા રસ્તાઓ છે. ચાલો આપણે આયુર્વેદના આ ઉપાયથી જાણીએ કેવી રીતે વધારી શકાય છે રોગ પ્રતિકારક શક્તિ.

આયુર્વેદિક વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ઘણા એવા ઉપાયો છે જેના દ્વારા તમારી રોગ પ્રતિકારક શક્તિને તમે વધારી શકો છો. આયુષ મંત્રાલય 150 એમએલ ગરમ દૂધની અંદર અડધી ચમચી હળદર ભેળવીને દિવસમાં બે વાર પીવાની સલાહ આપે છે. સાથે જ તલનું તેલ અને નારિયેલનું તેલ પોતાના નાકની અંદર દિવસમાં બે વાર સ્વર સાંજે લગાવી શકો છો.

Image Source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ થોડા દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું કે ઉપચારથી શ્રેષ્ઠ બચાવ છે. તેમને ટ્વીટ કરોને લોકોને જણાવ્યું હતું કે આયુષ મંત્રાલય દ્વારા થોડા સમય પહેલા જ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો બતાવવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરવો.

આ ઉપાયોમાં દિવસ દરમિયાન ગરમ પાણી પીવું અને રોજ ઓછામાં ઓછા 30 મિનિટ સુધી યોગ, પ્રાણાયામ, અને ધય્ન કરવું, અને કહેવામાં હળદર, જીરું, ધાણા, અને લસણ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો, એમાં રોજનું 10 ગ્રામ જેટલું ચ્યવનપ્રાશ લેવાનું પણ સામેલ છે.

Image Source

વજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદના પૂર્વ વૈજ્ઞાનિક એ કે રાવતનું કહેવું છે કે “આ જાડી બુટ્ટીઓથી ઇન્ટરફેરોન અને એન્ટિબોડીની ઉત્પત્તિમાં મદદ મળે છે જેનાથી વ્યક્તિ શરીરમાં વિષાણુની વિરુદ્ધ સંભવિત પ્રતિરોધક ક્ષમતા વધારી શકે છે. સાથે જ કોશીકેશનનો દર પણ વધે છે જે માઇક્રોઓર્ગેનિઝનમ ને નષ્ટ કરવામાં શરીરની ક્ષમતા નક્કી કરે છે. આ રીતે આ તત્વ વાયરલ સંક્રમણથી લડવા માટે શરીરની કુલ દક્ષતાને વધારે છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.