હેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને વજન ઘટાડવા આદુ, મધ અને હળદરને ભેળવીને આ કરો, થોડા જ સમયમાં દેખાશે અસર

ચિકિત્સકોના આધારે કોરોના વાયરસની અસર સૌથી વધુ એ લોકોમાં થાય છે કે જેનામાં રોગપ્રિતકારક શક્તિ ઓછી હોય. એવામાં ડોકટરો ખાવા-પીવા અંગેની ઘણી સલાહો આપે છે કે જેનાથી રોગ પ્રિતકારક શક્તિ વધી શકે, જેમાં અમુક ઘરેલુ પ્રયોગથી પણ ઈમ્યુનીટીમાં ઘણો વધારો થાય છે, એવામાં તમે ઘરે જ બનેલી હર્બલ ચા દ્વારા ઇમ્યુનીટી વધારી શકો છો. એવામાં તમારા રસોડામાં જ ઉપલબ્ધ હળદર, આદુ અને મધની બનાવેલી ચા પીવાથી ઇમ્યુનીટી વધવાની સાથે સાથે વજનમાં પણ ઘડાઓ થાય છે અને અનેક ગણી તંદુરસ્તી પણ મળે છે.

Image Source

1. હળદરના ફાયદા:
હળદરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ ઇમ્યુનીટી વધારવાની સાથે સાથે સ્કિન અને પાચન માટે પણ ફાયદેમંદ છે. તે ગઠિયાને લીધે થનારા દર્દને પણ ઠીક કરવામાં મદદ કરી શકે છે.આ તાવ-શરદી-ઉધરસના લક્ષણોને પણ ઓછું કરે છે. હળદરમાં રહેલા તત્વો મોટાપો ઓછું કરવાનું કામ પણ કરે છે.

Image Source

2. મધના ફાયદા:
મધની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એંટીફન્ગલ જેવા ગુણો રહેલા હોય છે જે શરદી, ખાંસી અને ફલૂના લક્ષણોને ઓછું કરવાનું કામ કરે છે. મધ એક પ્રાકૃતિક એનર્જી-બુસ્ટ કરવાનું કામ પણ કરે છે. સવારે નવશેકા પાણીમાં મધ મિક્ષ કરીને પીવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

Image Source

3. આદુના ફાયદા:
આદુ અપચો, પેટ ફૂલાઈ જવું અને સોજા આવવા જેવી સમસ્યા માટેનો ખાસ ઉપાય છે.આદુ એન્ટ્રી ઇન્ફ્લેમેટ્રી ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. ગરમ પાણીમાં અથવા ચા ની અંદર આદુ ઉમેરવાથી ગળું અને નાક માટે ફાયદો થાય છે. શરદી-ઉધરસ માટે પણ આદુ રામબાણ ઈલાજ છે.

Image Source

કેવી રીતે બનાવવી ચા:
એક કપ પાણીથી ભરેલું વાસણ લો. તેમાં એક ઇંચ આદુનો ટુકડો, એક ચમચી હળદર નાખીને પુરી રીતે ઉકાળો. જેના પછી ગેસ બંધ કરો અને થોડી વાર પછી એક ચમચી મધ મિક્સ કરો. યાદ રાખો કે મધને ક્યારેય પણ ઉકાળવું ન જોઈએ, જેનાથી મધના ગુણ અને તત્વ નષ્ટ થઇ શકે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.