ધાર્મિક-દુનિયા

હજારો વર્ષોથી જીવીત છે આ 7 મહામાનવ, તેમાંથી એક છે રામભક્ત હનુમાન કળયુગના દેવતા છે હનુમાન, તેમની સામે કોઇ માયવી શક્તિ ટકી શક્તી નથી!

દુનિયાનું કોઇ એક ચોકવનારું સત્ય છે. જેને વિજ્ઞાન સ્વીકારતું નથી. હિન્દુ ઇતિહાસ અને પુરાણો અનુસાર, એવા સાત વ્યક્તિ છે જે ચિરંજીવી એટલે કે ક્યારેય મૃત્યુ પામી શકતા નથી. આ મહામાનવ કોઇને કોઇ વચન, નિયમ કે શ્રાપના કારણથી બંધાયેલા છે. તથા તેઓ દિવ્ય શક્તિઓથી સંપન્ન છે. યોગમાં જે અષ્ટ સિદ્ધિઓની વાત કહેવામાં આવી છે તે બધી શક્તિઓ તેમાં વિધ્યમાન છે. આ પરામનોવિજ્ઞાન છે, તેને ટેલિપથી વિદ્યા પણ કહી શકો છો. આધુનિક સાયન્સમાં આ વિદ્યાને જે જાણે છે તે જ આની પર વિશ્વાસ કરી શકશે. તો આવો જાણીએ હિન્દુ ધર્મ અનુસાર, ક્યા સાત મહામાનવ આજે પણ જીવીત છે.

1. રાજા બલિ
અસુરોના રાજા બલિના દાનની ચર્ચા આજે પણ થાય છે. દેવતાઓ પર ચઢાઇ કરનારા બલિએ ઇદ્રલોક પર અધિકાર કર્યો હતો. અને તે ત્રિલોકાધિપતિ બની ગયો હતો. ત્રણેય લોકો પર રાજ કરનારો બલિ અસુરો પ્રતિ ખુબ જ ઉદાર અને દેવતાઓ પ્રતિ કડક વર્તન કરતો હતો. તેની મનમાનીથી દેવતા કંટાળી ગયા હતા. તે ખુબ જ શક્તિશાળી અને ઘમંડી હતો. રાજા બલિના ઘમંડનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લેવો પડ્યો હતો. ભગવાન બ્રહ્મણનો વેશ ધારણ કરીને રાજા બલિની સામે પહોંચી ગયો કારણ કે પરમદાની હતો. ભગવાને તેની પાસે ભિક્ષામાં ત્રણ પગ ધરતી દાનમાં માંગી લીધી.રાજા બલિએ હસતા હસતા કહ્યું,`બસ ત્રણ પગ જમીન? જ્યા ઇચ્છા થાય ત્યાં ત્રણ પગ મૂકી દો.’ ત્યારે ભગવાને પોતાનું વિરાટ સ્વરુપ બતાવ્યું અને ત્રણ પગ જમીનમાં બે પગ મૂક્યા બાદ પુછ્યું કે,`ત્રીજો પગ ક્યાં મુકુ? જો ત્રીજો પગ પણ મૂકીશ તો તારી પાસે કોઇ જગ્યા જ નહીં રહે…’ત્યારે બલિએ કહ્યું કે,`ત્રીજો પગ મારા માથા પર મૂકી દો. હવે મારી પાસે આજ છે.’ ભગવાને પ્રસન્ન થઇને તેને ચિંરજીવિનું વરદાન આપ્યું અને તેના માથે પગ મુકીને તેને પાતાળમાં મોકલી દીધો. બલિ રસાતલના રાજા બની ગયો.

2. ભગવાન પરશુરામ
પરશુરામને કોણ નથી જાણતું? રામના કાળમાં પૂર્વ મહાન ઋષિ હતા પરશુરામ. તેમના પિતા જમદગ્નિ અને માતાનું નામ રેણુકા હતું. પતિ પરાયણા માતા રેણુકાએ પાંચ પુત્રોને જન્મ આપ્યો, વસુમાન, વસુષેણ, વસુ, વિશ્વાવસ્ તથા રામ નામ રાખ્યા હતા. રામની તપસ્યાથી પ્રસન્ન થઇને શિવજીએ તેમને પરશુ આપ્યું ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું. ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. તે રામ અને કૃષ્ણા બનેના કાળમાં હતા. ચક્રતીર્થમાં કરેલા આકરા તપથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુ તેમને ત્રેતામાં રામાવતાર થવા પર તેજો હરણના ઉપરાંત કલ્પાન્ત પર્યન્ત સુધી તપસ્યારત ભુલોક પર રહેવાનું વરદાન આપ્યું. કલ્કિ અવતાર થવા પર ગુરુપદ ગ્રહણ કરીને શસ્ત્રવિદ્યા પ્રદાન કરવાનું કહેવામાં આવ્યું હતું.

3.રામભક્ત હનુમાન
અંજની પુત્ર હનુમાને પણ અજર અમર રહેવાનું વરદાન મળેલું છે. આ રામના કાળમાં રામના પરમ ભક્ત હતા. હજારો વર્ષો બાદ મહાભારત કાળમાં પણ તે જોવા મળે છે. મહાભારતના પ્રસંગમાં તે પોતાની પુછથી ભીમનો રસ્તો રોકે છે. ત્યારે ભીમ હટાવાનું કહે છે, ત્યારે તે ભીમને કહે છે તમે જાતે જ હટાવી લો. ખુબ તાકાત લગાવતા પણ ભીમ ઉઠાવી શક્તો નથી. વાલ્મિકી રચીત રામાયણના ઉત્તરકાંડના ચાલીસમાં અધ્યાયમાં આ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. લંકા વિજય કરીને પાછા ફર્યા બાદ જ્યારે શ્રીરામ તેમને યુદ્ધમાં સહાયતા આપનાર વિભીષણ, સુગ્રીવ, અંગદ વગેરેને કૃતજ્ઞતા સ્વરુપ ઉપહાર આપે છે. ત્યારે હનુમાનજી તેમને પ્રાર્થના કરે છે કે, હે શ્રી રામ, આ પૃથ્વી પર જ્યા સુધી રામકથા પ્રચલિત રહે ત્યાં સુધી મારા પ્રાણ મારા શરીરમાં વસેલા રહે. આ સાંભળીને શ્રી રામ આશીર્વાદ આપે છે.

4.વિભિષણ
રાવણના નાના ભાઇ વિભિષણ. જેમણે પોતાના ભાઇ વિરુદ્ધ યુદ્ધમાં શ્રી રામનો સાથ આપ્યો હતો. તે રામ ભક્ત હતા, તેમણે જીવનકાળમાં રામ નામ જ લીધું છે. કોટાના કૈથૂનમાં વિભિષણનું એક માત્ર મંદિર છે.

5.ઋષિ વ્યાસ
મહાભારતકાર વ્યાસ ઋષિ પરાશર તથા સત્યવતીના પુત્ર છે. તે શ્યામ રંગના હતા તથા યમુનાની વચ્ચે સ્થિત એક દ્વિપમાં ઉત્પન્ન થયા હતા. તે પોતાના રંગના કારણે કૃષ્ણ અને જન્મ સ્થળના કારણે દવૈપાયન પણ કહેવાય છે. તેમની માતાએ શાન્તાનું સાથે લગ્ન કર્યા, જેના બે પુત્ર હતા, મોટો પુત્ર ચિત્રાંગદ યુદ્ધમાં માર્યો ગયો અને નાનો પુત્ર વિચિત્રવીર્ય સંતાનહિન મૃત્યુ પામ્યો.

ઋષિ વ્યાસને ધાર્મિક તથા વૈરાગ્ય જીવન પસંદ કર્યુ હતું. પરંતુ માતાના આગ્રહના કારણે તેણે વિચિત્રવીર્યની બંને રાણીઓને નિયોગના નિયમ દ્વારા બે પુત્રો આપ્યા. એક ધૃતરાષ્ટ્ર અને બીજો પાંડુ તથા ત્રીજો હતો વિદુર જેને જન્મ દાસીએ આપ્યો હતો. વ્યાસ સ્મૃતિના નામથી પ્રચલિત એક સ્મૃતિગ્રંથ પણ છે. ભારતીય વાંડ્મય તથા હિન્દુ સંસ્કૃતિ વ્યાસજીની ઋણી છે.

6.અશ્વત્થામા
અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર છે. અશ્વત્થામાના માથા પર અમર મણિ છે અને તેના કારણે તે અમર છે. જો કે મહાભારતના યુદ્ધ સમયે અર્જુને તે મણિ કાઢી નાંખ્યો હતો. પરંતુ બ્રહ્માસ્ત્ર ચલાવવાના કારણે શ્રીકૃષ્ણાએ તેમને શ્રાપ આપ્યો હતો કે, કલ્પાંત સુધી તેણે ધરતી પર જીવીત રહેવું પડશે.માનવામાં આવે છે કે આજે પણ તે જીવીત છે તથા પોતાના કર્મના કારણે તે ભટકી રહ્યાં છે. હરિયાણાના કુરુક્ષેત્ર તથા અન્ય તીર્થોમાં તેમના પગલા દેખાય છે. મધ્યપ્રદેશના બુરહાનપુરના કિલ્લામાં અશ્વત્થામાના દેખાવાની ઘટના પણ પ્રચલિત છે.

7.કૃપાચાર્ય
કૃપાચાર્ય શરદવાન્ ગૌતમના પુત્ર છે. કૃપાચાર્ય અશ્વત્થામાના મામા અને કૌરવોના કુળગુરુ છે. શિકાર કરતા શાન્તનુને બે શિશુ પ્રાપ્ત થયા હતા. તેમણે બંને બાળકોમાં એકનું નામ કૃપી અને કૃપા રાખ્યું હતું. મહાભારતના યુદ્ધમાં કૃપાચાર્ય કૌરવો તરફથી સક્રિય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.