તારક મેહતાની આ મશહૂર અભિનેત્રીનો થયો અકસ્માત, કારને દૂર સુધી ઘસેડી લઇ ગઇ ટ્રક- જુઓ તસવીરો

સ્ટાર પ્લસના મશહૂર શો ‘ઇમલી’માં શિવાની રાણાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી હેતલ યાદવના ચાહકો માટે એક ખરાબ ખબર છે. રવિવારના રોજ રાત્રે શુટિંગથી ઘરે પરત ફરતા સમયે અભિનેત્રીની કારનો અકસ્માત થયો હતો. હેતલ યાદવની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. જો કે, અભિનેત્રી આ અકસ્માતમાં સુરક્ષિત બચી ગઇ છે. રીપોર્ટ અનુસાર, રવિવારે શુટિંગ કર્યા બાદ હેતલ ઘરે જઇ રહી હતી.

આ દરમિયાન કાર હેતલ જ ચલાવી રહી હતી. ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે તેની કારને ટક્કર મારી દીધી. અભિનેત્રીએ જણાવ્યુ કે, તેનું રાત્રે 8.45 એ પેકઅપ થયુ અને તે ફિલ્મ સિટીથી ઘરે જવા નીકળી હતી. તે જેવી JVLR હાઇવે પર પહોંચી તો એક ટ્રકે તેની કારને પાછળથી ટક્કર મારી અને ધક્કો મારતા કાર કિનારા સુધી લઇ ગયો. આગળ અભિનેત્રીએ જણાવ્યુ કે, તેની કાર પડવાની જ હતી પરંતુ તેણે બેલેન્સ બનાવી રાખ્યુ.

તેણે હિંમત ભેગી કરી દીકરાને ફોન કર્યો અને આ અકસ્માતની સૂચના આપવા પોલિસને કહ્યુ, કારણ કે તે શોકમાં હતી. અભિનેત્રીને અકસ્માતમાં ઇજા થઇ નથી, તે સુરક્ષિત બચી ગઇ. આ પર અભિનેત્રીએ કહ્યુ કે, સારુ છે કે મને ઇજા નથી પહોંચી, પણ હું હજી આઘાતમાં છુ. જણાવી દઇએ કે, હેતલ યાદવ આ દિવસોમાં સ્ટાર પ્લસ શો ‘ઇમલી’માં શિવાની રાણાનું પાત્ર નિભાવી રહી છે. અભિનેત્રીને તેના ચાહકો ઘણી પસંદ કરે છે

અને તે છેલ્લા 25 વર્ષથી અભિનયના ક્ષેત્રનો હિસ્સો છે. તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જ્વાલાનું પાત્ર નિભાવી ઘરે-ઘરે ફેમસ થઇ હતી. હેતલ યાદવે બોલિવુડ ફિલ્મોમાં એક ડાન્સર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.

Shah Jina