હજુ તો લગ્નનું એક વર્ષ થયું હતું ત્યાં જ પત્નીએ પતિની હત્યા કરવા માટે પ્રેમી સાથે મળીને કર્યું એવું કાવતરું કે વાંચીને જ તમારો આત્મા ફફડી ઉઠશે…

લગ્નની પહેલી એનિવર્સરી પર પત્નીએ પતિને આપ્યું દર્દનાક મોત, મામા સાથે જ હતું લફરું

આપણા દેશમાં લગ્નેત્તર સંબંધોની ઘણી બધી ચોંકાવાનારી ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણીવાર લગ્ન પહેલાના પ્રેમ સંબંધો લગ્ન બાદ પણ ટકી રહેતા હોય છે અને સમય જતા આવા સંબંધોની જાણ થતા તેના ભયાનક પરિણામ પણ આવતા હોય છે, ઘણીવાર આવા સંબંધોને લઈને મોટા ઝઘડાઓ પણ થતા હોય છે તો ઘણીવાર હત્યા પણ થઇ જતી હોય છે.

ત્યારે હાલ આવો જ એક મામલો રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે ઘરમાં એવું ખોફનાક કામ કર્યું કે પોલીસવાળા પણ ચોંકી ગયા. હકીકતમાં અવૈધ સંબંધોના કારણે તે મહિલાએ પહેલા પરિવારના તમામ સભ્યોને નશો કરીને સુવડાવી દીધા હતા. જે બાદ તેના પ્રેમીને તે જ ઘરમાં બોલાવ્યો હતો. તેની સાથે આડાસંબંધ બાંધી મોડી રાત્રે તેના પતિની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ હત્યામાં પ્રેમીએ સરખો સાથ આપ્યો હતો. દૌસા પોલીસે  આ હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે. મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર 2 દિવસ પહેલા દૌસામાં એક ઘરમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. શરીર પર કુહાડી વડે અનેક ઘા કરવામાં આવ્યા હતા. પત્ની રેશાંતા દેવી રૂમમાં બેસી રડી રહી હતી. આ સમગ્ર હત્યાકાંડ બાદ પોલીસે જ્યારે મૃતક ઓમપ્રકાશ ગુર્જરની પત્નીની કડક પૂછપરછ કરી તો તે ભાંગી પડી.

તેણે પોલીસને જણાવ્યું કે તેના અને ધરમવીર સિંહ ગુર્જર વચ્ચે ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું. આ અંગે પતિ ઓમપ્રકાશ ગુર્જરને તાજેતરમાં જ ખબર પડી હતી અને તેણે ધમકી આપી હતી. પત્ની રેશંતા દેવી આ વાતથી ચિંતિત હતા. બે દિવસ પહેલા જ્યારે આરોપી અને તેના પતિની લગ્નની વર્ષગાંઠ હતી ત્યારે તેણે બધા માટે ખાવાનું બનાવ્યું હતું અને તે જ ભોજનમાં તેણે નશો ભેળવીને તેના પતિ અને સાસુને આપ્યો હતો.

ઘરમાં બધા સુઈ ગયા પછી તેણે તેના પ્રેમીને ઘરે બોલાવ્યો, પ્રેમીના ઘરે આવ્યા બાદ બંનેએ સંબંધ બાંધ્યા અને પછી બંનેએ મળીને ઓમપ્રકાશ ગુર્જરની હત્યા કરી નાખી. આ હત્યાને અકસ્માત તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ખુલાસો કર્યો હતો. હત્યાના આરોપી રેશાંત અને ધરમવીર સિંહ ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે.

Niraj Patel