વિધવા બહેન સાથેના અવૈદ્ય સંબંધોને લઇને ભાઇનો મગજ છટક્યો અને બહેનના પ્રેમી સાથે જે કૃત્ય કર્યું…

ઉત્તરપ્રદેશના નોએડા થાના સેક્ટર 39 ક્ષેત્રના હાજીપુર પાસે ચાકુથી એક વ્યક્તિની બેરેહમીથી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલિસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ચાકુ પણ પોલિસે જપ્ત કર્યુ હતુ. એવું કહેવામાં આવી રહ્યુ છે કે એક આરોપી ફરાર છે અને પોલિસે તેની તપાસ કરી રહી છે. પોલિસને કહેવુ છે કે જલ્દી જ ત્રીજો આરોપી પણ પોલિસના કબ્જામાં હશે.

હત્યા પાછળ અવૈદ્ય સંબંધની વાત સામે આવી છે. ગત બુધવારના રોજ થાના સેક્ટર 39 ક્ષેત્ર સવાારે લગભગ 8 વાગ્યે પોલિસને સૂચના મળી હતી કે હાજીપુર સોસાયટીના ગેટ નંબર 2, સેક્ટર 104માં એક વ્યક્તિની કોઇ ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતકનું નામ રામ સિંહ છે. જે ગુનારા પોલીસ સ્ટેશન જલાલાબાદ જિલ્લા શાહજહાંપુરનો રહેવાસી છે અને તેની ઉંમર 32 વર્ષ છે. આ અંગે મૃતકના ભાઈ રાજેશ કુમારે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ મામલાને ઉકેલવા માટે ટીમ બનાવી હતી. સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને એક સુરાગ મળ્યો અને જલાલાબાદ જિલ્લા શાહજહાંપુરના રહેવાસી મોહનની ધરપકડ કરી.

ત્યારબાદ તેની કડક પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે તેના નિશાન પરથી બીજા આરોપીને પકડી લીધો હતો અને હત્યામાં વપરાયેલ ચાકુ પણ કબજે કર્યુ હતુ. હત્યામાં સામેલ એક આરોપી ફરાર હોવાનું કહેવાય છે. જેની શોધખોળ ચાલી રહી છે.આ બાબતે એડિશનલ ડીસીપીએ જણાવ્યું કે હત્યારો અને મૃતક બંને પિતરાઈ ભાઈ છે. મૃતક રામસિંહને તેની વિધવા બહેન સાથે અવૈદ્ય સંબંધો હતા. જેના કારણે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્રીજાની શોધ ચાલુ છે. પોસ્ટમોર્ટમ કરાવી લાશને મૃતકના સ્વજનોને સોંપવામાં આવી છે.

Shah Jina