Illegal couple boxes found : ગુજરાતમાંથી અવાર નવાર ગેરકાયદે થતી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતો હોય છે. ત્યારે હાલમાં જ વડોદરાના સયાજીગંજ વિસ્તારના લક્ષ્ય કોમ્પ્લેક્ષમાં આવેલ ઇન્વીજીબલ કાફેમાંથી કપલ બોક્સ ઝડપાયુ છે.
આ મામલે સયાજીગંજ પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી. વડોદરા શહેર પોલીસ કમિશનરે કોફી શોપ, હોટલ, કાફે અને રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ કપલ બોક્સ બનાવવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ હતુ.
સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇની સૂચનાથી પોલીસે શી ટીમને સાથે રાખીને કોફી શોપ, હોટલ, કાફે અને રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ શરૂ કર્યું હતું. ત્યારે આ દરમિયાન જ સયાજીગંજ વિસ્તારના લક્ષ્ય કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં-4માં આવેલા ઇન્વીજીબલ કાફેમાં પોલીસ ચેકિંગ માટે ગઈ તો તેમને કપલ બોક્સ મળી આવ્યા.

આ કપલ બોક્સમાં છોકરા અને છોકરીઓને બેસાડવામાં આવ્યા હતા અને આ દરમિયાન રિસેપ્શન પર એક છોકરો પણ બેઠેલો હતો. કાફેમાં અલગ-અલગ કેબિન બનાવાયા હતા અને કેબિનના દરવાજાના ભાગે કાપડનો પડદો લગાવવામાં આવ્યો હતો. ત્યારે પોલિસે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો અને આરોપી રહેમતઅલી અમજદઅલી સૈયદની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી.

18 વર્ષના સંચલકની આ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે ફતેહગંજમાં ચાલતા કપલ બોક્સમાં નિયમ વિરુદ્ધ યુવક યુવતી ભેગા થઈ રહ્યા છે અને નાસ્તા અને કેફેની આડમાં કપલ બોક્સ ચલાવવામાં આવે છે, જે બાદ પોલિસે કાર્યવાહી કરી.
View this post on Instagram