માલદીવમાં જલસા કરી રહી છે અક્ષય કુમારની આ અભિનેત્રી, શેર કરે છે એકથી એક ચડિયાતી બિકીની તસવીરો

માલદીવમાં સાઉથની ઈલિયાનાનો બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અવતાર, બિકીનીની કિંંમત જાણીને કહેશો આટલી સસ્તી?

બોલિવૂડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ આ દિવસોમાં માલદીવમાં છે. કામમાંથી બ્રેક લઈને તે માલદીવમાં વેકેશન માણી રહી છે. સોશિયલ મીડિયા પર ઇલિયાનાની તસવીરો જોયા બાદ ઠંડીમાં પણ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ સફેદ બિકીમાં તસવીરો પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાના ડીક્રુઝ માલદીવ વેકેશનમાં બીચ આઉટિંગની મજા માણી રહી છે. આ વખતે ઇલિયાનાએ બીચ આઉટિંગ માટે રેડ બિકી પહેરી હતી, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. પાણીમાં લથબથ ઇલિયાનાએ મોટી ઇયરિંગ્સ સાથે લાલ બિકી પહેરી છે. ભીના વાળ, લાલ બિકીમાં ઇલિયાનાને જોયા બાદ ચાહકો તો પાગલ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

માલદીવ વેકેશનની તસવીરો સામે આવ્યા બાદ ઈલિયાનાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેની બિકીએ પણ ઘણી હેડલાઈન્સ બનાવી છે. બિકીને સ્ટાઇલિશ બનાવવા માટે તેમાં રફલ્ડ સ્લીવ્સ લગાવવામાં આવી છે, જેના કારણે તેનો લુક એકદમ પરફેક્ટ લાગે છે. ઇલિયાના જે બિકી પહેરી છે તેની કિંમત લગભગ 3,000 રૂપિયા હોવાનું કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાનાની નવી પોસ્ટે તેના ચાહકોનો દિવસ બનાવી દીધો છે. તેના ફોટા પર સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી કોમેન્ટ્સનો વરસાદ આવી ગયો છે. ઈલિયાનાનો લુક એટલો ગ્લેમરસ છે કે કોઈ પણ કોમેન્ટ કર્યા વગર રહી શક્યું નથી. તમને જણાવી દઇએ કે ઇલિયાનાનો એક્સ બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ ફોટોગ્રાફર હતો અને તે ઇલિયાનાની ઘણી બધી તસવીરો ક્લિક કરતો હતો. બ્રેકઅપ બાદ ઇલિયાનાએ તે તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

હાલમાં, બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ સાથે બ્રેકઅપ પછી, ઇલિયા હવે તેની સિંગલ લાઇફનો આનંદ માણી રહી છે. ઇલિયાના માલદીવમાં મિત્ર સાથે એન્જોય કરી રહી છે. ઇલિયાનાએ તેની કેટલીક તસવીરો ક્લિક કરવાનો શ્રેય પણ આ મિત્રને આપ્યો છે. ઇલિયાના માલદીવમાં તેની મિત્ર સાથે ખૂબ જ એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Shah Jina