ખબર મનોરંજન

એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રુઝ શેર બેહદ બોલ્ડ બિકીની તસ્વીર, ફેન્સ થઇ રહ્યા છે દીવાના

બોલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ ટેલેન્ટેડ અને સક્સેસફુલ એક્ટ્રેસ અને ફિલ્મોના કારણે પ્રસિદ્ધ છે. ઇલિયાના ડીક્રુઝ તેના હોટ અને બોલ્ડ તસ્વીરને લઈને પણ ચર્ચામાં રહે છે. ઇલિયાનાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. હાલમાં જ તે બોલ્ડ અવતારને કારણે ફેન્સમાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં, ઇલિયાનાના બોલ્ડ અવતારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. ઇલિયાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો ખૂબ જ બોલ્ડ બિકીની ફોટો શેર કર્યો છે.

Image source

આ શેર કરેલી તસ્વીરમાં તે મલ્ટીકલર બિકીનીમાં સનબાથ લેતી નજરે ચડે છે. આ તસ્વીર તેના છેલ્લા વેકેશનની છે. ઇલિયાના પાંચ મહિનાથી ઘરે હોય વેકેશન યાદ કરી રહી છે. આ જ કારણ છે કે તેણે આવી તસવીર શેર કરી છે. આ લુકમાં ઇલિયાના ખૂબ જ હોટ લાગી રહી છે. સાથે જ તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ ફોટો શેર કરતી વખતે, ઇલિયાના ડિક્રુઝે કહ્યું કે તે પૂલ અને સનબથના દિવસોને યાદ કરે છે. ફોટોના કેપ્શનમાં, ઇલિયાનાએ લખ્યું -થ્રોબેક જ્યારે પૂલ ડે અને સૂર્યપ્રકાશમાં ટોસ્ટ કરવામાં આવે ત્યારે મોટી વાત નહોતી.

Image source

ઇલિયાના સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ છે. આટલું જ નહીં, તે પોતાનાફેન્સ સાથે પણ ખુલીને વાતો શેર કરે છે. ઇલિયાના તેના ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે દિવસની કેટલીક રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે.

Image source
Image source

ફોટો શેર થયાના થોડા કલાકોમાં જ તેને લાખો લાઈક્સ મળી. આ ઉપરાંત યુઝર્સે ઘણી કોમેન્ટ પણ કરી હતી.યુઝર્સેએ ‘હોટ’, ‘ફાયર’,’ગોર્જિસ’ જેવી ઘણી કોમેન્ટ કરી હતી. એક યુઝરે તો તેને ‘વિશ્વની સૌથી હોટ મહિલા’ નો ખિતાબ આપ્યો હતો. ઇલિયાના ડિક્રુઝ અગાઉ તેના હોટ લૂક માટે ચર્ચામાં રહી છે. સમય-સમય પર એક્ટ્રેસ તેના ચાહકો માટે હોટ ફોટો શેર કરતી રહે છે. તેની આ તસવીરો જોઈને તમે એમ પણ કહેશો કે એક્ટ્રેસ તેની ફિટનેસને લઈને ઘણી સભાન છે.

Image source

વર્કફ્રન્ટ વિશે વાત કરતા ઇલિયાના ડિક્રુઝે ફિલ્મ ‘બર્ફી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેને લોકોના દિલ જીત્યા હતા. ઇલિયાના ડિક્રુઝ છેલ્લે ફિલ્મ ‘પાગલપંતી’ માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ પરંતુ લોકોએ એક્ટ્રેસ પસંદ કરી હતી. ગયા વર્ષે એક્ટ્રેસ ઓસ્ટ્રેલિયન બોયફ્રેન્ડ સાથેના બ્રેકઅપને લઈને ઘણી ચર્ચામાં રહી હતી.

જણાવી દઈએ કે,એક્ટ્રેસ અને તેના બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ વચ્ચે થોડા સમયથી કંઈક સારું થઈ રહ્યું ન હતું. જે બાદ તેમના બ્રેકઅપના સમાચાર બહાર આવ્યા હતા. તે જ સમયે એક્ટ્રેસ અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ ધ બીગ બુલમાં જોવા મળશે. આ ફિલ્મ ટૂંક સમયમાં હોટ સ્ટાર ડિઝની પર રિલીઝ થશે.