અચાનક બગડી સાઉથની મોટી અભિનેત્રીની તબિયત, હોસ્પિટલમાં થઇ ભરતી, તસવીરો જોઈને ચાહકોને પણ પડી ફાડ, જલ્દી સ્વસ્થ થવા માટે કરી રહ્યા છે પ્રાર્થના

સાઉથની ફેમસ હીરોઈનની હોસ્પિટલમાં આવી હાલતમાં દેખાઈ, મેકઅપ વગર જોઈને આંખો ફફડી જશે તમારી, સાવ આવી દેખાય અરરરર….

બોલીવુડના સેલેબ્સ હંમેશા લાઇમ લાઇટમાં રહેતા હોય છે, તેમની લાઈફ સ્ટાઇલ અને તેમના અંગત જીવન પર પણ ચાહકો સતત નજર રાખતા હોય છે. ત્યારે જો કોઈ સેલેબ્સ મુશ્કેલીમાં હોય કે પછી તેમની તબિયત ખરાબ હોય ત્યારે પણ ચાહકો તેમની સાથે ઉભા હોય છે અને જલ્દી તેઓ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જાય તેના માટે પ્રાર્થના પણ કરતા હોય છે. ત્યારે હાલ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની તબિયત ખરાબ થઇ હોવાનું અને તે હોસ્પિટલમાં ભરતી હોવાનું સામે આવ્યુ છે.

જેની જાણકારી ખુદ ઇલિયાનાએ તસવીરો શેર કરીને આપી છે. તેના હાથ પર ડ્રિપ લગાડેલી જોઇ શકાય છે અને તે હોસ્પિટલના બેડ પર સુઈ રહી છે. ઇલિયાનાએ જણાવ્યું કે તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રાહતની વાત છે કે તેની તબિયત હવે ઠીક છે. ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઇલિયાનાએ કહ્યું, હું સ્વાસ્થ્ય વિશે મેસેજ કરનારા તમામ લોકોનો આભાર માનું છું.

ઈલિયાનાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, “એક દિવસમાં બધું કેટલું અલગ થઈ જાય છે… કેટલાક પ્રેમાળ ડૉક્ટર્સ અને IV ફ્લુઇડ્સની 3 બેગ.” બીજી સ્ટોરીમાં, ઈલિયાનાએ કહ્યું, “દરેક કોઈ જે હેલ્થને લઈને મેસેજ કરી રહ્યું છે, મારી ચિંતા કરવા માટે એ બધાનો આભાર. આ પ્રેમ માટે હું ભાગ્યશાળી છું અને હું કહેવા માંગુ છું કે હવે હું સંપૂર્ણપણે ઠીક છું. મને સારી મેડિકલ સુવિધા મળી છે.” જો કે, ઇલિયાનાએ તેની સાથે શું થયું તે જણાવ્યું નથી.

અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે અભિષેક બચ્ચન સાથે ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી. તે લાંબા સમયથી સોશિયલ મીડિયાથી પણ દૂર છે. ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ બે અઠવાડિયા પહેલા હતી. ઇલિયાનાએ વર્ષ 2012માં અનુરાગ બાસુની ફિલ્મ ‘બરફી’થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા મહત્વની ભૂમિકામાં છે. ઇલિયાનાની મુખ્ય ફિલ્મો ‘ફટા પોસ્ટર નિખલા હીરો’, ‘મેં તેરા હીરો’ અને ‘રુસ્તમ’ છે. તેની આગામી ફિલ્મ ‘ક્યા હોગા લવલી’ રણદીપ હુડ્ડા સાથે છે.

Niraj Patel