કેટરીના કૈફના ભાઈને ડેટ કરી રહી છે બોલીવુડની આ ફેમસ અભિનેત્રી, જલ્દી જ બની શકે છે કેટરીનાની ભાભી

કેટરીના કૈફના ભાઈ સાથે અફેર ચાલી રહ્યું છે બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીનું, કેટરીના હવે કહેશે ભાભી ભાભી….

બોલીવુડના નવવિવાહિત કપલમાંના એક કેટરીના કૈફ અને વિક્કી કૌશલને રોમેન્ટિક અને ક્યૂટ કપલમાના એક ગણવામાં આવે છે. લગ્ન પછી વિક્કી-કેટરીના હનીમૂન પર પણ ગયા હતા જેની તસવીરો પણ સામે આવી હતી. જેના બાદ ઘણા સમયથી વિક્કી-કૈટરીના લાઈમલાઈટથી દૂર હતા અને તેમના કોઈ જ સમાચાર સામે આવ્યા ન હતા. એવામાં વિક્કી-કેટરિનાની નવી તસવીરો સામે આવી છે જેમાં તેઓ અન્ય મિત્રો સાથે વેકેશનની મજા માણતા દેખાઈ રહ્યા છે.

હાલના દિવસોમાં કપલ માલદીવમાં અન્ય મિત્રો સાથે પહોંચ્યા હતા અને અહીં કેટરિનાનાં જન્મદિસવની ઉજવણી કરવામાં આવી હતી. 16 જુલાઈ 1983ના રોજ જન્મેલી કેટરીના 39 વર્ષની થઇ ચુકી છે. પોતાના 39માં જન્મદિવસ પર કપલે ઘણી તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ છે.જો કે આ તસ્વીરોમાં વિક્કી-કેટરીનાની સાથે કૈટરિનાનો ભાઈ પણ લાઇમલાઇટમાં આવી ગયો છે અને તેની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

તસવીરો સામે આવતા જ કૈટરિનાનો ભાઈ સેબેસ્ટિયન ચર્ચામાં આવી ગયો છે. કહેવાય છે ને કે પ્રેમ ક્યારેય છુપાતો નથી, એવું જ કંઈક અહીં પણ જોવા મળ્યું છે. સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી ઈલીયાના પણ વિક્કી-કેટરીના સાથે માલદીવમાં પહોંચી હતી અને ત્યાંની તસવીરો પણ શેર કરી. તસ્વીરોમાં ઇલિયાના સેબેસ્ટિયનના ખુબ જ ક્લોઝ જોવા મળી હતી.

જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇલિયાના અમેરિકામાં રહેતા કેટરિનાનાં ભાઈ અને મૉડલ સેબેસ્ટિયન લોરેન્ટને ડેટ કરી રહી છે અને તે જલ્દી જ કેટરિનાની ભાભી પણ બની જશે. અમુક સમય પહેલા જ ઇલિયાનાએ ઓસ્ટ્રિલિયાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હતું જેના બાદ ઇલિયાનાને પોતાનો નવો પ્રેમ મળી ચુક્યો છે. માલદીવમાં ઇલિયાના અને સેબેસ્ટિયને ખુબ મોજ મસ્તી કરી હતી.

સેબેસ્ટિયનને છેલ્લીવાર મુંબઈ અને રાજસ્થાનમાં કેટરિનાનાં લગ્ન સમયે જોવામાં આવ્યો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સેબેસ્ટિયન અને ઇલિયાના છેલ્લા છ મહિનાથી રિલેશનમાં છે. ઇલિયાનાએ શેર કરેલી તસસવીરોમાં દરેક સમુદ્ર કિનારે પોઝ આપી રહ્યા છે જેમાં વિક્કી, કેટરીના, ઇલિયાના, સેબેસ્ટિયન, ઇસાબેલ કૈફ, આનંદ તિવારી અને મીની માથુર શામિલ છે.

જો કે આ બાબતની આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી, પહેલા ઇલિયાના ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રયુ નિબોનને ડેટ કરતી હતી, 2020માં બંનેનું બ્રેકઅપ થયું હતું જેના બાદ તે ડિપ્રેશનમાં આવી ગઇ હતી. ઇલિયાનાએ રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ બર્ફી દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ઇલિયાનાની આવનરી ફિલ્મ અનફેર એન્ડ લવલી હશે આ સિવાય તે શૈલેષ ગુહાની પણ એક ફિલ્મમાં પણ જોવા મળશે.

Krishna Patel