બૉલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણતી અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ ફિલ્મોથી વધારે તેની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. તે છેલ્લા ઘણા વરસોથી ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એડ્ર્યુ નિબોનને ડેટ કરી રહી હતી.
પરંતુ થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે બન્નેએ ગુપચુપ લગ્ન કરી લીધા હતા. તો કબર તો એવી પણ આવી હતી કે, તે પ્રેગ્નેન્ટ છે. ત્યારે હવે ચોંકાવનારી ખબર આવી છે કે, ઇલિયાના અને એડ્ર્યુના સંબંધમાં તિરાડ આવી ગઈ છે.
ઇલિયાના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તો ઇલિયાના તેના બોયફ્રેન્ડ સાથેના ફોટો શેર કરતી રહે છે. આ જોડીને લોકો પસંદ કરતા હતા. પરંતુ જો મીડિયા રિપોર્ટનું માનીએ તો છેલ્લા ઘણા દિવસથી બન્નેએ વાત કરવાંનું બંધ કરી દીધું છે. કહેવામાં તો એ પણ આવી રહ્યું છે કે, આ કપલ જલ્દી જ અલગ થવા જય રહ્યું છે.
ઇલિયાના જે ફેન્સ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. તે જાણે છે કે, ઇન્સ્ટાગ્રામ પર એડ્ર્યુની તસ્વીરો હતી. પરંતુ હાલમાં ઇલિયાનાએ તેના બોયફ્રેન્ડ એડ્ર્યુની બધી જ તસ્વીર ડીલીટ કરી દીધી છે. એડ્ર્યુની એક પણ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર રાખી નથી.
સ્પોટબોયના રિપોર્ટનું માનીએ તો આ કપલ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. બન્નેમાંથી કોઈ માનવ તૈયાર નથી.
તેલગુ ફિલ્મ ‘દેવદાસ’ થી ફિલ્મી કરિયરની શરૂઆત ઇલીયાનાએ તેના સંબંધને લઈને કયારે પણ ઓફિશિયલ એનાઉસમેન્ટ કર્યું ના હતું. પરંતુ તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને એડ્ર્યુને Hubby લખ્યું હતું. ત્યારે લોકોને લાગી રહ્યું હતું કે, બન્નેએ લગ્ન કરી લીધા છે.
ગયા વર્ષ ઇલિયાનાની પ્રેગનેંન્સીની ખબરથી બધાને ચોંકાવી દીધા હતા. બાદ લોકોને ખબર પડી હતી કે, આ તો ફક્ત અફવાહ જ હતી. ત્યારે ઇલિયાનાએ કહ્યું હતું કે, હું છેલ્લા 12 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીઝમાં છું.
ઇલિયાનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે નથી ઇચ્છતી કે તેની અંગત જિંદગીને લઈને કંઈ ચર્ચા કરવામાં આવે. પ્રેગનેંન્સીની ખબર પર જડબાતોબ જવાબ આપતા એક પોસ્ટ શેર કરી તેના કેપશનમાં લખ્યું હતું કે, ‘સારી વાતને સાંભળો અને ખરાબ વાતને ઇગ્નોર કરો.’
ઇલિયાનાની ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો તે છેલ્લે અજય દેવગણની ‘રેડ’ ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારબાદ તે તેલુગુ ફિલ્મ ‘અમર અકબર એન્થની’માં જોવા મળી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks