IIT બોમ્બેમાં ભણતા અમદાવાદના દર્શન સોલંકી આત્મહત્યા મામલે નવો ખુલાસો….સુસાઇડ નોટમાં લખ્યુ- આ વ્યક્તિએ મને માર્યો, જાણો વિગત 

IIT બોમ્બેમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થી દર્શન સોલંકીને લઇને પોલિસે એક મોટો દાવો કર્યો છે. વિદ્યાર્થીની મોતના એક મહિના પછી પોલિસનું કહેવુ છે કે તેમને રૂમમાંથી એક સુસાઇડ નોટ મળઈ છે. પોલિસ અનુસાર, આત્મહત્યા પહેલા વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં એક સહપાઠીને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યો છે.

ઘટનાને એક મહિનાથી વધુનો સમય વીતી ગયો છે અને હવે એસઆઇટી આ મામલાની તપાસ કરી રહી છે. તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે દર્શન સોલંકીએ સુસાઇડ નોટમાં એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કર્યો છે.મીડિયા રીપોર્ટ્સમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યુ છે કે સુસાઇડ નોટમાં જે વિદ્યાર્થીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે મૃતકનો સહપાઠી છે. પોલિસે વિદ્યાર્થી વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાનો મામલો દર્જ કર્યો છે.

હવે એસઆઇટી એ મામલે તપાસ કરી રહી છે કે બંને વિદ્યાર્થીઓ વચ્ચે શું થયુ હતુ. ગુજરાતના અમદાવાદનો બી.ટેક (કેમિકલ) પાઠ્યક્રમના પ્રથમ વર્ષના વિદ્યાર્થી 18 વર્ષિય દર્શન સોલંકીએ 12 ફેબ્રુઆરીના રોજ પવઇ સ્થિત પરિસરમાં પોતાની હોસ્ટેલના સાતમા માળેથી કથિત રીતે કૂદવાને કારણે મોત થઇ હતી.સોલંકી પરિવારે દાવો કર્યો હતો કે અનુસૂચિત જાતિના હોવાને કારણે વિદ્યાર્થીને ભેદભાવનો સામનો કરવો પડતો હતો.

ત્યાં આઇઆઇટી બોમ્બેના અધિકારીઓએ આ ઘટના સાથે જોડાયેલ આરોપોન સંબંધમાં રસાયણ વિજ્ઞાન વિભાગના પ્રમુખ પ્રોફેસર નંદ કિશોરની અધ્યક્ષતામાં 12 સભ્યોની તપાસ સમિતિનું ગઠન કર્યુ. એક રીપોર્ટ અનુસાર, દર્શન સોલંકીની સુસાઇડ નોટમાં લખેલુ છે કે arman has killed me… જે વિદ્યાર્થીનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે તેનું નામ અરમાન ઇકબાલ ખત્રી છે અને તેના પર આરોપ છે કે તે મૃતક વિદ્યાર્થીને પરેશાન કરતો હતો અને તેને ધમકાવતો પણ હતો.

Shah Jina