એવોર્ડ નાઈટમાં આ પાંચ હસીનાઓએ પહેર્યા હદથી પણ વધારે બોલ્ડ કપડા, કોઈ હતી બ્રાલેસ તો કોઈ હતી બેકલેસ

બોલીવુડ કે ટીવી ઇન્ડસ્ટ્રીનું કોઈ ઇવેન્ટ હોય અને તેમાં સીતારાઓનો જમાવડો ન હોય એવું તે કઈ રીતે બને ! ગત દિવસોમાં ઇન્ટરનેશનલ આઇકોનિક એવોર્ડ 2022નું આયોજન થયેલું હતું જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી.આ દરમિયાન દરેક કલાકારો સુંદર અવતારમાં જોવા મળ્યા હતા જો કે અમુક અભિનેત્રીઓ હદથી પણ વધારે બોલ્ડ લુકમાં પહોંચી હતી અને તેમણે તેમના બોલ્ડ અને હોટ અવતારથી રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો હતો. એવામાં આ અભિનેત્રીઓએ ઇવેન્ટની લાઈમલાઈટ લૂંટી લીધી હતી.

1.અંકિતા લોખંડે: આ લિસ્ટમાં સૌથી પહેલું નામ અભિનેત્રી અંકિતા લોખંડેનું છે.આ એવોર્ડ ફંક્શનમાં અંકિતા ગ્રીન હાઈ થાઈ સ્લીટ શિમરી ડ્રેસ પહેરીને પહોંચી હતી જ્યારે વિકી જૈન બ્લેક શુટબુટમાં જોવા મળ્યો હતો. બંનેએ મીડિયા સામે ખુબ પોઝ આપ્યા હતા. ઇવેન્ટમાં અંકિતા ખુબ જ ખુશ દેખાઈ રહી હતી. અંકિતાના ડ્રેસની નેક એટલી ડીપ હતી કે તેના લુકને હદથી પણ વધારે બોલ્ડ લુક આપી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

2. એરિકા ફર્નાન્ડિઝ: ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ઓછા સમયમાં પોતાનું નામ બનાવનારી એરિકા ઇવેન્ટમાં બ્લેક હાઈ થાઈ સ્લીટ ગાઉન પહેરીને પહોંચી હતી.તેનો આ લુક વેમ્પયારને મળતો આવતો હતો.એરિકાએ મેકઅપ પણ એકદમ યુનિક રીતે કર્યો હતો. ઇવેન્ટમાં એરિકાએ કો-એક્ટર શાહીર શેખ સાથે ખુબ પોઝ આપ્યા હતા.

3. નિક્કી તંબોલી: તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી નિક્કી તંબોલી ફ્રોક સ્ટાઇલ બ્લેક ડ્રેસ પહેરીને પહોંચી હતી.નિક્કીનો આ ડ્રેસ ફ્રન્ટ સાઇડથી ખુબ જ ડીપ હતો જેમાં તે એકદમ બોલ્ડ અને આકર્ષક દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

4. નેહા ભસીન: ફેમસ સિંગર નેહા ભસીન પણ હંમેશાની જેમ એકદમ બોલ્ડ અને આકર્ષક અવતારમાં એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી.નેહા ઇવેન્ટમાં ગાઉન પહેરીને પહોંચી હતી જે આગળથી ખુબ જ ડીપ હતુ અને બેકલે પણ હતુ. લોકો નેહાને આ અવતારમાં જોતા જ રહી ગયા હતા.

5. સુરભી ચંદના: ઇવેન્ટમાં નાગિન ફેમ અભિનેત્રી સુરભિ પણ બોલ્ડ લુકમાં પહોંચી હતી. સુરભીએ ઇવેન્ટમાં બ્લેક ગાઉન પહેર્યું હતું. જેનું નેક એકદમ ડીપ હતું જેમાં તે ખુબ જ આકર્ષક લાગી રહી હતી.

Krishna Patel