દુઃખદ: અમદાવાદના પૂર્વ રેન્જ IG એ.કે.જાડેજાનું નિધન, પોલિસબેડામાં શોકનો માહોલ

અમદાવાદના પોલિસ વિભાગમાંથી હાલ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના પૂર્વ રેન્જ IG એ.કે.જાડેજાનું નિધન થઇ ગયુ છે. તેમના નિધનથી પોલિસ તંત્રમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. તેઓ થોડા સમયથી ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ હતા. પૂર્વ રેન્જ આઇજીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા અને હવે તેમના નિધનના સમાચાર સામે આવતા પોલિસ વિભાગમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તેઓ PSIથી IPS સુધી પહોંચેલા અધિકારી હતા.

ત્યારે વર્ષ 1982માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાયેલા જાડેજાને વર્ષ 1990માં GPSCમાં ક્લાસ વન-ટુની ભરતીમાં સફળતા મળી હતી. ગુજરાતમાં આતંકવાદ વિરોદી દળ-ATSની સ્થાપના 90ના દાયકામાં ત્યારે તેઓ આ દળના પ્રથમ Dy.SP હતા. ઉલ્લેખનીય છે કે, IPS તરીકે તેઓ વર્ષે 2001માં નોમિનેટ થયા હતા. તેમનું સૌથી પહેલું પોસ્ટિંગ દાહોદમાં થયું હતુ. આ ઉપરાંત ગોધરાકાંડ વખતે જયારે કોમીહિંસા ફાટી નીકળી.

ત્યારે તેમણે 650 મુસ્લિમ અને 1200 હિન્દુને સલામત સ્થળે ખસેડી તેમના જીવ બચાવ્યા બતા અને માનવતાવાદી ફરજ અદા કરી હતી અને પોલીસફોર્સનું ગૌરવ પણ વધાર્યું હતું. જણાવી જઇએ કે, એ.કે.જાડેજાનું નામ અનીલસિંહ કનકસિંહ જાડેજા છે તેઓ વર્ષ 1982માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા અને તે ત્યારથી તેઓ સેવા આપી રહ્યા છે.

અમદાવાદમાં લતીફ વહાબ ગેંગના સાગરિતોને પણ તેમણે પકડ્યા હતા. તેઓએ લતીફ ઓપરેશનની શરૂઆત કરી ગેંગના 18 સાગરિતને ઝડપી પાડ્યા. આ ઉપરાંત વર્ષ 1990માં GPSCની પરીક્ષામાં પાસ થઈ તેઓ નાયબ પોલીસ અધિક્ષક બન્યા.

Shah Jina