ખબર

જો તમારી પાસે છે આ વર્ષથી પહેલાનું બાઇક કે કાર હોય તો જલ્દીથી થઇ શકે છે ‘ભંગાર’- જાણો વિગત

છેલ્લા કેટલાક દિવસથી પ્રસ્તાવિત વાહન ભંગાર (સ્ક્રેપ પોલિસી)ને મંજૂરી માટે કેબિનેટમાં મોકલી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ નિયમમાં 2005 પહેલાના વાહનોનું રજીસ્ટ્રેશન અને ફિટનેના નિયમોને આકરા કરી દેવામાં આવશે.

Image Source

એક રિપોર્ટ અનુસાર હાલમાં દેશમાં 2005 પહેલાના 2 કરોડથી વધુ વાહનો રોડ પર ફરી રહ્યા છે.નવા ઉત્સર્જન માનકો પ્રમાણે નવા વાહનોની સરખામણીએ આ વાહન 10 થી 25 ટકા સુઘી વધારે પ્રદૂષણ ફેલાવે છે. જો આ વાહનોની દેખભાળ સાવધાનીથી પણ કરવામાં આવે, તો પણ એ ઉત્સર્જન માનકોથી વધારે પ્રદૂષણ કરશે. સાથે જ રસ્તા સુરક્ષા માટે હાનિકારક છે.

ગત સપ્તાહે રસ્તા, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે એમને પ્રસ્તાવિત નીતિ પર બનાવવામાં આવેલા કેબિનેટ નોટને મંજૂરી આપી છે.

Image Source

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ પ્રસ્તાવનીતિના કારણે આ વાહનો માટે નિયમ કડક બનાવવામાં આવ્યા છે.સાથે જ આ વાહનો માટે રજીસ્ટ્રેશન ફી પણ વધારવામાં આવી શકે છે. સાથે જ પરિવહન વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેશન ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ આ પ્રકારના વાહનોને રસ્તાથી હટાવવા માટે પ્રસ્તાવિત નીતિમાં બીજી ઘણી જોગવાઇ થઇ શકે છે.

Image Source

આ નીતિમાં ગાડીમાં લાગેલી એરબેગ્સને વૈજ્ઞાનિકો તરીકાથી ડિસ્પોઝલની સાથે સાઇલેન્સરમાં મળનારી ધાતુઓ અને રબરના ઇકો-ફ્રેન્ડલી રીતેથી નિપટાવ કરવામાં આવશે. તો બીજી બાજુ ગાડીમાંથી નિકળતું એન્જીન ઓઈલને ને જમીન પર ફેંકવામાં આવશે નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે નિપટવામાં આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.