જ્યોતિષ શાસ્ત્ર

ઘરમાં પૈસાની તંગી અને માનસિક તણાવ છે? તો તેને દૂર કરવા આજે જ ઘરમાંથી હટાવો આ 7 વસ્તુઓ, પછી જુઓ કમાલ

વાસ્તુ  વિજ્ઞાનમાં બતાવવામાં આવ્યું છે કે આપણી આસપાસની અને આપણા ઘરમાં રહેલી વસ્તુઓ કોઈને કોઈ રીતે આપણા જીવનમાં અસર કરતી હોય છે. આપણે બધાએ અનુભવ્યું હશે કે કોઈ વસ્તુ આપણા ઘરમાં આવી હશે ત્યાર બાદ એક પછી એક ખુશખબરી આવતી રહેતી હશે. પણ ઘણી વખત એવી વસ્તુઓ ઘરમાં આવી જતી હોય છે કે જેના આવ્યા બાદ અચાનક ઘરમાં સમસ્યાઓ આવવા લાગે છે.

Image Source

વાસ્તુ વિજ્ઞાનમાં એવી સાત વસ્તુઓને ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં સમસ્યાઓનો દૌર શરુ થઇ જતો હોય છે. અથવા તો આવી કોઈ વસ્તુ ઘરમાં પડી હોય જેને કારણે ઘરની સમયસ્યાઓનો અંત આવતો ન હોય.

તો ચાલો વાસ્તુ વિજ્ઞાનમાં ઉલ્લેખ થયેલ એવી સાત વસ્તુઓ વિશે તમને જણાવીએ.જેને ઘરમાં લઇ આવવાથી જાતે આપણે પરેશાનીઓને આમંત્રિત કરતા હોઈએ છીએ.

જહાજની આવી તસ્વીર

Image Source

ઘણા લોકો પોતાના ઘરમાં ટાઇટેનિકના ડૂબતા જહાજ અથવાતો બીજા કોઈ ડૂબતા જહાજની તસ્વીર ઘરમાં લગાવતા હોય છે. વસ્તુ વિજ્ઞાનના હિસાબે આવી તસવીરો ઘરમાં ન લગાવવી જોઈએ.

આ ડૂબતા જહાજનું દ્રશ્ય દુર્ભાગ્ય સૂચિત કરે છે. અને તેનાથી પરિવારના સદશ્યોનું મનોબળ પડી ભાંગે છે. પરિવારની શુખ શાંતિ માટે આવી તસ્વીર ઘરમાં ન લગાવવી જોઈએ.

આવા જંગલી જાનવરોની તસ્વીર

Image Source

વાસ્તુ વિજ્ઞાનમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં ક્યારેય પણ જંગલી જાનવરો ખાસ કરીને હિંશક પશુઓની તસ્વીર ક્યારેય ન લગાવવી જોઈએ. આવી તસ્વીરોને કારણે ઘરના સદશ્યો વચ્ચે રોષ અને દ્વેષ વધે છે.

તેમજ ઘરની સુખ શાંતિ પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે. એટલા માટે ઘરમાં આવા પશુઓની તસ્વીરો ક્યારેય ન લગાવી જોઈએ.

ઘરમાં ક્યારેય આવી ખાતરનાખ તસ્વીર ન લગાવી જોઈએ

Image Source

ઘણા લોકો ઘરમાં ભૂત-પ્રેત અને રાક્ષસોની તસ્વીર લગાવતા હોય છે.આવી તસ્વીર ભલે તમને યુનિક લગતી હોય પણ ખરેખર આવી તસ્વીરો ખુબ નુકશાનદાયક હોય છે.

વાસ્તુ વિજ્ઞાન દ્વારા આવી તસ્વીરો ઘરમાં નકારાત્મક ઉર્જાનું સિંચન કરે છે.જે ઘરમાં રહેવાવાળા દરેક સદશ્યો માટે કષ્ટદાયી સાબિત થાય છે.

ઘરમાં આવી તસ્વીર લગાવવાથી ખર્ચો વધે છે.

Image Source

ઘણા લોકો તેના ઘરમાં પાણીના ફુવારાની તસ્વીર લગાવતા હોય છે. વાસ્તુ વિજ્ઞાન કહે છે કે આવી તસ્વીરો ઘરમાં પૈસાનો વ્યય વધારે છે.

ભગવાન શિવની આવી પ્રતિમા

Image Source

ભગવાન શિવના ઘણા રૂપ છે તેમાંથી ઘણા રૂપ શાંત, સૌમ્ય અને મંગળકારી હોય છે તો ઘણા વિનાશકારી પણ હોય છે. કાલ ભૈરવ અને નટરાજ એ બે રૂપો વિનાશકારી છે.

નટરાજ સ્વરૂપમાં ભગવાન શિવ તાંડવ કરતા હોય છે જે વિનાશકારી નૃત્ય છે.એટલા માટે તેમની એવી તસ્વીર કે મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ.

ઘરમાં ન લગાવી જોઈએ તાજમહલની તસ્વીર

Image Source

તાજમહેલ ભલે ખુબ આકર્ષિત હોય અને તેને જોવા લોકો દૂર દૂરથી આવતા હોય, પણ તેને જોવો અને ઘરમાં સજાવીને રાખવું એ બંને અલગ અલગ વાતો છે.

પ્રેમનું પ્રતીક કહેવાતા તાજમહેલની તસ્વીર જો ઘરમાં રાખવામાં આવે તો પતિ- પત્ની વચ્ચે પ્રેમ વધવાની બદલે પરેશાનીઓ વધી જાય છે.

ઘરમાં ન રાખો મહાભારત

Image Source

ઘણા લોકોના ઘરમાં મહાભારતની તસ્વીર લગાવેલ હોય છે. મહાભારત એ એક પારિવારિક યુદ્ધ હતું જે આપણા પરિવારમાં સંઘર્ષની ભાવના વધારે છે. એટલા માટે તેની તસ્વીર ઘરમાં ન લગાવી જોઈએ.

વસ્તુ શાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુદ્ધથી સંબંધિત વસ્તુ જેવી કે તલવાર,બંધુક,તોપ અને સૈનિકોની તસ્વીર ઘરમાં ક્યારેય ન લગાવી જોઈએ. એનાથી અંદરોઅંદર દ્વેષ વધે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.