આકાશમાં બાળકનો જન્મ થાય તો બર્થ સર્ટિફિકેટ ક્યાંથી મળશે, જાણો ક્યાં દેશની મળશે નાગરિકતા
જો કોઈ બાળકનો જન્મ આકાશમાં ઉડતા આંતરરાષ્ટ્રીય વિમાનમાં થાય છે, તો તે બાળકનું જન્મસ્થળ અને નાગરિકતા શું હશે? આ પ્રશ્નો દરેકના મનમાં આવતા બશે. સૌ પ્રથમ, જાણો કે ભારતમાં 7 મહિના કે તેથી વધુની સગર્ભા સ્ત્રી માટે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ છે, જોકે તે અમુક ખાસ સંજોગોમાં હવાઈ મુસાફરી કરી શકે છે.
હવે જો આવી સ્થિતિમાં કોઈ મહિલા ભારતથી બ્રિટન જતા વિમાનમાં બાળકને જન્મ આપે, તો હવે પ્રશ્ન એ છે કે, તે બાળકનું જન્મસ્થળ અને નાગરિકતા ક્યાં હશે? આવા સંજોગોમાં બાળકના જન્મ સમયે વિમાન કયા દેશમાં ઉડાન ભરી રહ્યું હતું તે જોવાનું રહેશે. જે દેશમાં વિમાન લેન્ડ કરે છે તે દેશની એરપોર્ટ ઓથોરિટી પાસેથી જન્મના ડોક્યુમેન્ટ મેળવી શકાય છે. આ સિવાય, બાળકને તેના માતાપિતાની રાષ્ટ્રીયતા મેળવવાનો પણ અધિકાર છે.
જાણો ભારતીય કાયદો શું છે : ઉદાહરણ તરીકે, જો બાંગ્લાદેશથી અમેરિકા જતી ફ્લાઇટ ભારતીય સરહદમાંથી પસાર થઈ હોય અને આ વિમાનમાં કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય, તો બાળકનું જન્મસ્થળ ભારત ગણવામાં આવશે અને તે અહીંની નાગરિકતા મેળવી શકે છે. તે તેના માતાપિતાની રાષ્ટ્રીયતા અને ભારતની નાગરિકતા બંને મેળવી શકે છે. પરંતુ ભારતમાં બે દેશોની નાગરિકતા પર પ્રતિબંધ છે.
આવો કિસ્સો સામે આવી ચૂક્યો છે : અમેરિકામાં અગાઉ પણ આવો કિસ્સો સામે આવી ચૂક્યો છે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમથી એક વિમાન અમેરિકા જઈ રહ્યું હતું અને આ દરમિયાન એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. તે સમયે વિમાન એટલાન્ટિક મહાસાગર ઉપર ઉડી રહ્યું હતું. વિમાનના ઉતરાણ બાદ માતા અને બાળકને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાએ યુએસ બોર્ડર પર એક બાળકીને જન્મ આપ્યો હતો. આ કારણે, છોકરીને નેધરલેન્ડ અને અમેરિકા બંનેનું નાગરિકત્વ મળ્યું. પરંતુ ઉડતા વિમાનમાં જન્મેલા બાળકોની નાગરિકતા અંગે તમામ દેશોમાં અલગ અલગ નિયમો છે.