એક કુલીનો દીકરો જેણે ઈડલી-ઢોંસા વહેંચીને ઉભી કરી દીધી 100 કરોડની કંપની, 650 ગ્રામીણોને આપ્યો રોજગાર

ઈડલી ઢોસાએ બદલી નાખી એક કુલીના દીકરાની જિંદગી, ઉભી કરી 100 કરોડ રૂપિયાની કંપની

મહેનત અને ધૈર્ય દરેક વ્યક્તિને પોતાનું મુકામ હાંસિલ કરાવી શકે છે.પોતાના પર ભરોસો હોય તો સફળતા મળતા વાર નથી લાગતી.તમે પણ એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં વ્યક્તિએ લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાનો બિઝનેસ કરવાનું વિચાર્યું હોય અને સાથે જ તેમાં સફળતા પણ મેળવી હોય. એવી જ એક કહાની પીસી મુસ્તફાની છે, જેણે ઈડલી ઢોંસા વહેંચીને ઉભી કરી 100 કરોડની કંપની.

ઈડલી-ઢોંસા દુનિયાના સૌથી હેલ્દી બ્રેકફાસ્ટમાંનું એક માનવામાં આવે છે. આ હેલ્દી બ્રેકફાસ્ટે  પીસી મુસ્તફાની પુરી જિંદગી બદલીને રાખી દીધી.પીસી મુસ્તફા તે દરેક લોકો માટે એક મિસાલ છે જે એકવાર અસફળ થયા પછી હાર માની લે છે. એક કુલીનો દીકરો હોવા છતાં પણ તેણે હાર ન માની.48 વર્ષના પીસી મુસ્તફાનો જન્મ વાયનાડના ચેન્નાલોડે ગામમાં થયો હતો. તેના પિતા કોફીના બગીચામાં કામ કરતા હતા. ગરીબ પરિવારથી તાલ્લુક હોવાને લીધે મુસ્તફાને સ્કૂલ પછી પણ પિતા સાથે આ કામ કરવું પડતું હતું.

સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોકજીમાં કોમ્યુટર સાઇન્સમાં એડમિશન લેવા માટે મુસ્તફાએ ખુબ મહેનત કરી હતી , જેના પછી તેને અમેરિકામાં એક ભારતીય સ્ટાર્ટ અપ મૈનહૈટ્ટન એસોસિએટ્સમાં તેને નોકરી મળી. જો કે તે આ બધાથી કંઈક અલગ કરવા માંગતા હતા માટે તેણે વર્ષ 2003માં ભારત પરત આવવાનો નિર્ણય લીધો, મુસ્તફા અહીં પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હતા અને વર્ષ 2005માં 25,000 રૂપિયાના રોકાણ સાથે વ્યાપારની શરૂઆત કરી અને ID Fresh નામની કંપનીની સ્થાપના કરી.

પીસી મુસ્તફાએ જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યારે પહેલા દિવસે 5,000 કિલો ચોખાથી 15,000 કિલો ઈડલીનું મિશ્રણ તૈયાર કર્યું હતું.જેના પછી તે મિશ્રણને સ્કૂટર પર લાદીને વહેંચવા માટે નીકળ્યા હતા. આજે તેની કંપની ચાર ગણું મિશ્રણ સેંડકો સ્ટોર્સ અને શહેરોમાં વહેંચી રહી છે.કંપનીની શરૂઆત કરવામાં મુસ્તફાના પિતરાઈ ભાઈઓનો પણ સપોર્ટ મળ્યો હતો.

આ કંપની ઈડલી-ઢોંસા બનવાવા માટેની જરૂરી સામગ્રીનું વેંચાણ કરે છે. ભારતમાં એક સમયે એક દિવસમાં 100 પેકેટ વહેંચનારી મુસ્તફાની કંપની આજે રોજના 50,000 પેકેટનું વેંચાણ કરે છે. હાલમાં ID Fresh દુબઈમાં પણ પોતાનું કામ શરૂ કરવાની તૈયારીમાં છે.તેની કંપનીએ 650 જેટલા લોકોને રોજગાર આપ્યો છે.આજે પીસી મુસ્તફા દેશના બ્રેકફાસ્ટ કિંગ કહેવામાં આવે છે. કંપનીએ વર્ષ 2015-216માં 100 કરોડનું ટર્નઓવર, 2017-2018માં 182 કરોડનું ટર્નઓવર, 2019-2020માં 350 થી 400 કરોડનું ટર્નઓવર કર્યું છે.

Krishna Patel