તમારા ઘરમાં રાખેલા કાજુનો રંગ કેવો છે ? સફેદ કે હલકો પીળો? આ લેખમાં જાણો કેવી રીતે ઓળખવા અસલી કાજુ
કાજુ એક એવું ડ્રાયફ્રુટ છે જે નાના બાળકથી લઈને મોટા સુધી દરેકને પસંદ આવે છે. કાજુ ખાવાના ઘણા ફાયદાઓ પણ છે. કાજુ આપણા હૃદયને સ્વસ્થ રાખે છે અને આપણને તંદુરસ્ત બનાવે છે. કાજુ ના ફક્ત આપણા હૃદયને પરંતુ આપણને કેન્સર જેવી ઘાતક બીમારીઓથી પણ રક્ષણ આપે છે. કાજુ ખાવાના કારણે ઘણી જ બીમારીઓમાં રાહત મળે છે. પરંતુ ઘણા લોકો કાજુને ઓળખવામાં ભૂલ કરી બેસે છે. તેમને ખબર નથી હોતી કે કયા કાજુ સારા છે અને કયા કાજુ ખરાબ. અસલી કાજુ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો નકલી નુકસાનકારક. આજે આપણે જાણીશું કે અસલી કાજુની ઓળખ કેવી રીતે કરી શકાય.

પીળા રંગના કાજુ ના ખરીદવા:
બજારમાં જયારે પણ તમે કાજુ ખરીદવા માટે જાવ ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે કાજુ સફેદ રંગના હોવા જોઈએ. જો તમારા દ્વારા ખરીદવામાં આવેલા કાજુ પીળા રંગના છે અથવા તો દુકાનદાર તમને પીળા રંગના કાજુ આપી રહ્યા છે તો તેને ખરીદવા નહીં. પીળા રંગના કાજુ નકલી હોય છે અને તેમાં પૌષ્ટિક ગુણોનો અભાવ હોય છે.

કાજુ ખરીદતા આ વાતનું રાખો ધ્યાન:
જયારે પણ કાજુ ખરીદવા માટે જાવ ત્યારે સૌ પ્રથમ તેમાં જોઈ લેવું કે જાળાં કે સળો નથી લાગી ગયો ને ? તમારા દ્વારા ખરીદવામાં આવેલા કાજુ સફેદ અને એકદમ ચોખ્ખા હોવા જોઈએ. આ ઉપરાંત ગમેતેવા કાજુ ના ખરીદવા.

સારી ગુણવત્તાની ઓળખ કરવી:
જ્યારે પણ બજારની અંદર કાજુ ખરીદવા માટે જાવ ત્યારે સારી ગુણવત્તા વાળા જ કાજુની શોધ કરો. સારી ગુણવત્તા વાળા કાજુ સાઈઝમાં મોટા અને 1 ઇંચ સુધી લાંબા હોય છે. આ રીતે સારા કાજુની ઓળખ થાય છે અને તે આપણા માટે ફાયદાકારક પણ છે.

સૂંઘવાથી પણ થઈ શકે છે કાજુની ઓળખ:
જો તમે સારી ગુણવત્તા વાળા કાજુ ખરીદ્યા હશે તો તેને સૂંઘવાથી તેમાંથી ભીની ભીની સુગંધ આવશે. જો તમે ખરીદેલા કાજુની અંદર તેલ જેવી મહેક આવી રહી છે તો તેને ના ખરીદવા જોઈએ કારણ કે આ પ્રકારના કાજુ નકલી હોય છે.

કાજુમાંથી આવે છે અવાજ:
સારી ગુણવત્તા વાળા કાજુને દાંતથી થોડા જ દબાવતા તૂટવાનો અવાજ આવે છે અને તે ખાવામાં પણ મીઠા હોય છે. એટલું જ નહિ સારી ગુણવત્તા વાળા કાજુ દાંત ઉપર ચોટતા પણ નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.