ગુજરાતના સવજીભાઇ ધોળકિયા બાદ વધુ એક કંપનીએ તેના 100 કર્મચારીઓને ગિફ્ટમાં આપી 100 કાર

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે કંપનીમાં કામ કરો છો તે તમને કાર ગિફ્ટ કરશે? શું તે સ્વપ્ન જેવું નથી લાગી રહ્યુ ? પરંતુ ચેન્નાઈની એકઆ આઈટી કંપનીના કર્મચારીઓ માટે આ સ્વપ્ન જેવી વાત સાચી પડી છે. ચેન્નાઈ સ્થિત IT કંપની Ideas2IT એ તેના 100 કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે મારુતિ સુઝુકી કાર ગિફ્ટ આપી છે. કંપનીએ પણ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે જો કર્મચારીઓ યોગ્ય રીતે કામ નહીં કરે તો કંપનીનો વિકાસ નહીં થાય. કોઈપણ કંપનીની સફળતા અને વૃદ્ધિમાં તેમના કર્મચારીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. ચેન્નાઈ સ્થિત IT કંપની Kissflow Inc એ ગયા અઠવાડિયે તેના 5 કર્મચારીઓને કરોડો રૂપિયાની BMW કાર ગિફ્ટ કરી હતી.

જ્યારે બીજી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની Ideas2IT એ સોમવારે તેના 100 કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી. કર્મચારીઓને કંપનીના વિકાસમાં યોગદાન આપવા બદલ આ ભેટ આપવામાં આવી છે. Ideas2IT ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગાયત્રી વિવેકાનંદને 100 કર્મચારીઓને મારુતિ સુઝુકી કાર ભેટ તરીકે આપી. આ પ્રસંગે કંપનીના સ્થાપક-ચેરમેન મુરલી વિવેકાનંદન પણ હાજર હતા. Ideas2IT એ હાઇ-એન્ડ પ્રોડક્ટ એન્જિનિયરિંગ કંપની છે જેનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે.

કંપનીની સફળતામાં તેમના યોગદાન બદલ 100 કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવી છે. કંપનીની રચના 2009માં છ એન્જિનિયરોએ કરી હતી. કંપની પાસે હાલમાં યુએસ, મેક્સિકો અને ભારતમાં 500 થી વધુ ટેક્નોલોજી કર્મચારીઓ છે. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે આ કાર એવા કર્મચારીઓને ગિફ્ટ કરવામાં આવી રહી છે જેઓ છેલ્લા દસ વર્ષથી સતત કંપની સાથે જોડાયેલા છે.

તેમણે કંપનીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને મુશ્કેલ સમયમાં પણ કંપનીની સાથે રહ્યા છે. કંપનીના માર્કેટિંગ હેડ હરિ સુબ્રમણ્યમે કહ્યું કે અમારી કંપનીમાં લગભગ 500 કર્મચારીઓ કામ કરે છે.તેમાંથી 100 કર્મચારીઓને કાર ગિફ્ટ કરવામાં આવી રહી છે. આ કર્મચારીઓ છેલ્લા દસ વર્ષથી કંપની સાથે જોડાયેલા છે. Ideas2IT ના સ્થાપક અને અધ્યક્ષ મુરલી વિવેકાનંદને કહ્યું કે આ કર્મચારીઓની મદદથી જ કંપની આ સ્થાને પહોંચી છે.

કંપની આ કર્મચારીઓને ગિફ્ટ નથી આપી રહી, પરંતુ કર્મચારીઓએ તેમની મહેનત અને સમર્પણની મદદથી આ કમાણી કરી છે. વિવેકાનંદે કહ્યું કે આજથી સાત-આઠ વર્ષ પહેલાં અમે સાથે મળીને વચન આપ્યું હતું કે જો આપણે અમારું લક્ષ્ય હાંસલ કરી લઈશું તો આ સફળતાનો સ્વાદ સાથે મળીને ચાખીશું. કાર ગિફ્ટ કરવી એ આ દિશામાં પહેલું પગલું છે. અમે આવનારા દિવસોમાં આનાથી વધુ કરવાની યોજના બનાવીએ છીએ.

કંપનીના એક કર્મચારીએ કહ્યું કે જ્યારે કંપની તરફથી કેટલીક ગિફ્ટ મળે છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. ભેટ આપવાની બાબતમાં કંપની લાંબા સમયથી શાનદાર રહી છે. અલગ-અલગ તહેવારો પર કંપની તરફથી આઈફોન, સોનાના સિક્કા જેવી મોંઘીદાટ ભેટ આપવામાં આવી રહી છે. જો કે, ભેટ તરીકે કાર મેળવવી એ મોટી વાત છે.

Shah Jina