બે બાળકો વચ્ચે આઇડિયલ ગેપ કેટલો હોવો જોઇએ ? જાણો

બે બાળકોની ઉંમરમાં કેટલું અંતર આદર્શ માને છે એક્સપર્ટ, આવો જાણીએ

જો એક મહિલાએ હાલમાં જ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે તો એ ખૂબ જ જરૂરી થઇ જાય છે કે બીજા બાળક માટે તેને આઇડિયસ ટાઇમ લેવો જોઇએ. કારણ કે તેના શરીરને પણ બીજા બાળક માટે તૈયાર થવું પડતુ હોય છે. બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે આ વર્ષે જ તેના બીજા બાળક જહાંગીરને જન્મ આપ્યો છે. તેના બંને બાળકો વચ્ચેનું અંતર 4 વર્ષ છે. કેટલાક લોકોના મનમાં એ સવાલ હોય છે કે બાળકો માટે કેટલા વર્ષનું અંતર પરફેક્ટ માનવામાં આવે છે ?

ઘણીવાર તો જે દિવસે પહેલુ બાળકર થાય ત્યારે જ ઘરમાં બીજા બાળકની વાત શરૂ થઇ જતી હોય છે. ત્યાં ઘણીવાર એવું હોય છે કે મહિલા બીજીવાર પ્રેગ્નેટ થઇ જાય છે ત્યારે તેણે બીજા બાળકની પ્લાનિંગ પણ કરી હોતી નથી. હવે જયારે એક મહિલાએ હાલમાં જ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે તો એ ઘણુ જરૂરી છે કે બીજા બાળક માટે તેને આઇડિયલ ટાઇમ લેવો જોઇએ. કારણ કે તેના શરીરને પણ બીજા બાળક માટે તૈયાર થવું પડતુ હોય છે. તો ચાલો જાણીએ કે બે બાળકો વચ્ચે  કેટલો ગેપ હોવો જોઇએ.

માની લો કે, જો કોઈ સ્ત્રી 30 વર્ષની વયે પહેલી વાર માતા બની જાય, તો બીજા બાળક માટે તેની પાસે વધુ સમય નથી. કારણ એ છે કે વધતી જતી ઉંમર અને ફર્ટિલીટીની સમસ્યા. આવા કિસ્સામાં, એક મહિલા બાળકના જન્મ પછી, પોસ્ટ ડિલિવરીથી સંપૂર્ણપણે બહાર આવી જતી નથી, તેને બીજા બાળક વિશે વિચારવું જોઈએ નહીં. ખાસ કરીને એવી સ્ત્રીઓ જે આયર્ન અને હિમોગ્લોબિનનો અભાવ ધરાવે છે.

આજકાલ મોટાભાગની સ્ત્રીઓમાં આયર્ન અને હિમોગ્લોબિનનો અભાવ જોવા મળે છે. જો કોઈ સ્ત્રી 6 મહિનાની અંદર પ્રેગ્નેટ થઇ જાય છે, તો પ્રિમેચ્યોર ડિલીવરીનો ડર બનેલો રહે છે. સાથે જ બાળકનું વજન પણ ઓછુ થઇ શકેય છે. આ વાતનો ખુલાસો કેટલાક રિસર્ચમાં થયો છે.

એકથી દોઢ વર્ષનો ગેપ હોવો જરૂરી : જયારે એક મહિલા તેના બાળકને જન્મ આપે છે તો તેના શરીરને રિકવર થવામાં અને એનર્જી મેળવવામાં એકથી દોઢ વર્ષનો સમય લાગી જાય છે. આ માટે બે પ્રેગ્નેંસી વચ્ચે આટલું અંતર તો હોવું જોઇએ. જયારે બાળકો વચ્ચે અંતર હશે તો બંને બાળકોની દેખરેખ અને પરવરિશ પર પણ પૂરુ ધ્યાન પેરેન્ટ્સ આપી શકશે.

બે બાળકો વચ્ચે જયારે 5-6 વર્ષનું અંતર હોય : એવું પણ જોવા મળ્યુ છે કે, પહેલા અને બીજા બાળક વચ્ચે ઘણુ અંતર હોય તો પ્રોબ્લમ થાય છે. માની લો કે પહેલુ બાળક 6 વર્ષ મોટુ છે તો બીજા બાળકથી પહેલા બાળકનો લગાવ ઓછો હોય છે. એવું જોવા મળ્યુ છે કે, બાળકોમાં એજ ગેપ વધારે હોવાને કારણે તેમના વચ્ચે અટેચમેન્ટ ઓછુ હોય છે.

આ મામલે ડોક્ટર્સનું કહેવુ છે કે, બે બાળકોમાં ત્રણ વર્ષનો ગેપ હોવો સારુ માનવામાં આવે છે. ત્યાં ઓછામાં ઓછુ 18 મહીનાનો ગેપ જરૂરી છે. ભારતીય પરિવેશમાં લગ્ન બાદ મીડલ ક્લાસ કપલ પહેલા આર્થિક સ્થિતિ મજબૂત કરે છે અને પછી બેબી પ્લાનિંગ કરે છે. બાળકો માટે આર્થિક આઝાદી પણ મહત્વની હોય છે, કેટલાક લોકો તો એવા હોય છે કે જે લગ્ન પહેલા જ ફેમીલી પ્લાનિંગ વિશે વિચારવાનું શરૂ કરી દે છે તો કેટલાક લોકો મેરેજ લાઇફને એન્જોય કરે છે.

Shah Jina