શું કોરોના વેક્સિનને કારણે યુવાઓમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના મામલા ? ICMRએ રિસર્ચમાં કર્યો મોટો ખુલાસો

શું કોરોનાકાળમાં લગાવવામાં આવેલ વેક્સિન બની રહી છે હાર્ટ એટેકનું કારણ ? જાણો શું કહે છે ICMRનો રીપોર્ટ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે ચારેબાજુ હાહાકાર મચેલો હતો અને દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હતા, તે સમયે વેક્સિન વરદાન સાબિત થઈ અને તેના કારણે જ કોરોનાને હરાવવામાં આપણે સફળ પણ થયા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જ વેક્સિનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકો કોરોના પછી હાર્ટ એટેક અને અચાનક મૃત્યુના કેસને આ વેક્સિનની આડ અસર સાથે જોડી રહ્યા છે.

આ પછી વેક્સિન અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. ત્યારે હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આ મામલે અભ્યાસ રિપોર્ટ જાહેર કર્યો છે. ICMR દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 રસીકરણથી દેશમાં યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એવા ઘણા પરિબળો છે જેના કારણે અકાળ મૃત્યુની શક્યતા વધી ગઈ છે.

કોવિડના કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું, અચાનક મોતની ફેમીલી હિસ્ટ્રી અને લાઇફસ્ટાઇલમાં બદલાવ જેવા પરિબળો જેમ કે વધુ પડતું શારીરિક કામ કરવું અને દારૂ-સિગારેટનું વધુ પડતું સેવન વગેરે. આ સ્ટડીમાં પૂરા ભારતથી 18થી45 વર્ષના 47 ટેરિટરી કેર હોસ્પિટલના એવા પ્રતિભાગિયોને સામેલ કરવામાં આવ્યા, જેઓ 1 ઓક્ટોબર 2021 અને 31 માર્ચ 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા.

તેમના મૃત્યુના કારણો સ્પષ્ટ થયા ન હતા. અભ્યાસમાં જાણવા મળ્યું કે કોવિડ રસીકરણથી યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. 87 ટકા લોકોએ કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવ્યો હતો. 2 ટકાને હોસ્પિટલમાં જવાની જરૂર હતી. કોરોનામાંથી સાજા થયા પછી પણ 2 ટકાને શ્વાસ લેવામાં તકલીફ, મગજમાં ફોગિંગ અથવા અન્ય સમસ્યાઓ ચાલુ રહી.

આમાંથી 10 ટકા લોકો એવા હતા જેમના પરિવારમાં આકસ્મિક મૃત્યુ થઈ ચૂક્યું હતું. મૃત્યુ પામેલા લોકોમાં 27 ટકા એટલે કે 713 લોકો ધૂમ્રપાન કરતા હતા. 27 ટકા એટલે કે 715 લોકોએ દારૂ પીતા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 677 લોકો એવા હતા જેમણે તેમના મૃત્યુના 48 કલાક પહેલા 6 કે તેનાથી વધારે ડ્રિંક્સ લીધી હતી. 18% એટલે કે 692 લોકો તેમના મૃત્યુના એક વર્ષ પહેલા સુધી વ્યાયામ કરતા હતા.

અચાનક મોત પાછળ આ કારણ જવાબદાર

એવા લોકો જેમને કોરોનાને કારણે હોસ્પિટલ જવાની નોબત આવી, તેમનામાં કોરોનાથી જીવ જવાનો ખતરો બાકી કરતા 4 ગણો વધારો હતો. પરિવારમાં પહેલા જ કોઇનું આકસ્મિક અવસાન અથવા તો પહેલા પણ કોઇની અચાનક મોત થઇ ચૂકી હોય એવા લોકોમાં મોતનો ખતરો 3 ગણો વધારે હતો. સ્મોકિંગ અને દારૂ જેવી આદતોને પણ અચાનક મોત પાછળ જવાબદાર ગણવામાં આવ્યા. મોતના 48 કલાક પહેલા ખૂબ એક્સરસાઇઝ એટલે કે Intense Exercise કરવાવાળા કે 48 કલાક પહેલા વધારે દારૂ પીવાવાળા ખાસ અચાનક મોત માટે જવાબદાર મળ્યા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina