હવે તમે પણ ઘરે બેઠા બેઠા જ કરી શકશો કોરોનાનો ટેસ્ટ અને તે પણ માત્ર આટલા રૂપિયામાં, જાણો ક્યારથી મળવાની છે તમને આ કીટ

કોરોનાનું સંક્ર્મણ સમગ્ર દેશની અંદર ફેલાઈ ગયું છે. અને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે ઘણા લોકો લાઈનમાં પણ ઉભા રહે છે. ત્યારે હાલમાં કોરોના ટેસ્ટ કરાવવાની ઈચ્છા રાખતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે કોરોના ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. તમે ઘરે બેઠા જ કોરોનાનો ટેસ્ટ કરી શકશો.

ICMR દ્વારા બુધવારના રોજ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ઘરે બેઠા કોરોના ટેસ્ટ કરવા માટે એક રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ દ્વારા લોકો નાક દ્વારા સેમ્પલ લઈને સંક્રમણની તપાસ કરી શકશે. એના ઉપયોગ માટે નવી એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ઘરે જ કોરોના ટેસ્ટિંગ માટે કોવિસેલ્ફ (Coviself) નામની કિટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ કીટ દ્વારા લોકો અંદાજે માત્ર 250 રૂપિયા ખર્ચીને પોતાના ઘરે બેસીને જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ (RAT) લઇને કોવિડ ટેસ્ટ કરી શકશે.

આ કીટની ખાસ વાત એ છે કે આ કીટ દ્વારા તમે માત્ર 15 મિનિટમાં જ તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ તેની જાણકારી તમને મળી જશે. પરંતુ આઈસીએમઆર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કારણ વગર ટેસ્ટ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

આ કીટ ઉપયોગમાં લેવા માટે તમારે એક એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે, ત્યારબાદ નાકમાંથી સેમ્પલ લઈને સ્ટ્રીપનો ફોટો લેવો પડશે. આ ફોટો એજ ફોનમાં લેવાનો રહેશે જેમાં તમે એપ ઇન્સ્ટોલ કરી હોય.

તમે જે મોબાઈલમાં ફોટો લીધો છે તેનો ડેટા આઈસીએમઆર ટેસ્ટિંગ સેન્ટર ઉપર સ્ટોર થઇ જશે. જે લોકો આ કીટના ટેસ્ટ દ્વારા પોઝિટિવ આવશે તેમને ગાઈડલાઇનનું પાલન કરવું પડશે અને જે નેગેતેવી આવશે તેમને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. તેમજ જ્યાં સુધી તમારો રિપોર્ટના આવી જાય ત્યાં સુધી તમારે હોમ આઇસોલેટ રહેવું પડશે.

Niraj Patel