મહિસાગર : કરોડપતિ બનવા મિત્રને ઉતાર્યો મોતને ઘાટ, 1.17 કરોડ લૂંટી ક્રેટા કાર સળગાવી દીધી- 12 જ કલાકમાં પોલિસે દબોચી લીધો

બેંકમાંથી કારમાં 1.17 કરોડની રોકડ લઈને દાહોદ બ્રાન્ચમાં જમા કરાવવા નીકળેલા મેનેજરની હત્યા, કાર સળગેલી મળી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર ચોરી અને લૂંટના કિસ્સા સામે આવે છે, આવા મામલામાં ઘણીવાર હત્યાનો કિસ્સો પણ બનતો હોય છે. ત્યારે હાલમાં મહીસાગરમાંથી લૂંટ વિથ મર્ડરનો એક ચોંકાવનારો અને ફિલ્મને ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરના બાલાસિનોર ખાતે ICICI બેંકના મેનેજરનો મૃતદેહ મળી આવ્યો અને તેની ગાડી પણ સળગેલી હાલતમાં મળી આવી.

આ મામલે જ્યારે મહિસાગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. મેનેજર વિશાલ પાટીલ પોતાની કારમાં બેંકના 1.17 કરોડ રૂપિયા લઇને નિકળ્યો હતો અને તે ગુમ પણ હતો. જો કે, પોલિસને તેની કાર સળગેલી હાલતમાં મળી અને તેનો મૃતદેહ પણ અવાવરૂ જગ્યાએ મળી આવ્યો. ત્યારે આ મામલાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ મામલો ઉકેલી નાખ્યો.

મેનેજર વિશાલની કાર ગોધર ગામ પાસે બળીને ખાખ થઈ ગઇ હતી અને બેંક મેનેજરની અવાવરૂ સ્થળેથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી. જો કે, આ મામલે તપાસ કરતા બેંક મેનેજરના મિત્ર હર્ષિલ પટેલ દ્વારા હત્યા અને લૂંટને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું.

પ્રાપ્ત વિગત અનુસાર, વિશાલ પાટીલ જ્યારે રૂપિયા લઈને નીકળ્યા ત્યારે લુણાવાલા પહોંચતા હર્ષિલ તેને મળવા ગયો અને આ દરમિયાન બંનેએ કેટલાક કામ પણ પુરા કર્યા. જો કે, જ્યારે બેંક મેનેજર રસ્તામાં ટોયલેટ માટે નીચે ઉતર્યો,

તો હર્ષિલે તક જોઈને પાછળથી માથામાં ગોળી મારી અને કારમાં રાખેલી રોકડ લૂંટી ક્રેટા કારને રોડ પર ઉભી રાખી આગ ચાંપી દીધી. જોકે, હર્ષિલે આ કેસમાંથી છટકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ન બચી શક્યો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina