ખબર

ICICI-Axis બેંકના ગ્રાહકોને ઝટકો, ખાતામાં પૈસા જમા કરાવવા માટે લાગશે ચાર્જ, જાણો નવા નિયમ વિષે

પ્રાઇવેટ સેકટરની 2 મોટી બેંક ICICI Bank અને Axis Bankએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. Axis Bank અને ICICI Bank પૈસા ઉપાડવા અને ભરવા માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે.

Image source

બેંકે કહ્યું કે હવેથી તમારે નોન-બિઝનેસ કલાકોમાં અને રજા દિવસોમાં કેસ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરવા બાદ ગ્રાહકો પાસેથી સુવિધા શુલ્કના રૂપમાં 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. બેન્કના નોટિફિકેશન મુજબ, ICICI Bank બેંકમાં રજાના દિવસોમાં અને વર્કિગ ડેમાં સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગ્રાહકો પાસેથી સુવિધા શુલ્કના રૂપમાં 50 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

Image source

બેંકે સ્પષ્ટ કર્યું કે આ ચાર્જ ફક્ત મશીનો પર છે. તેનો ખાતા સાથે કોઈ લેવા-દેવા નથી. વરિષ્ઠ નાગરિકો, મૂળભૂત બચત બેંક ખાતા, જન ધન એકાઉન્ટ્સ, અક્ષમ અને દૃષ્ટિહીન એકાઉન્ટ્સ અને વિદ્યાર્થીઓના ખાતા પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

Image source

બેંક ઓફ બરોડાએ પણ 1 નવેમ્બરથી નિયત મર્યાદાથી વધુના વ્યવહારો માટે તેના ગ્રાહકોને ફી ભરવાનું શરૂ કર્યું છે. બેંકે કહ્યું કે હવે મહિનામાં 3 વાર બેઝ શાખા, સ્થાનિક નોન-બેઝ શાખા અને આઉટસ્ટેશન શાખા દ્વારા ચાલુ ખાતા / ઓવરડ્રાફ્ટ / સીસીમાંથી રોકડ ઉપાડ મફત છે. તો ચોથી વખત, પ્રત્યેક વ્યવહાર દીઠ 150 રૂપિયા લાગશે. ચાલુ ખાતા / ઓવરડ્રાફટ / કેશ ક્રેડિટ / અન્ય ખાતા માટે સ્થાનિક નોન-બેઝ શાખાઓમાં 1 નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ, એકાઉન્ટ દીઠ 1 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા માટે 1000 દીઠ 1 રૂપિયા રહેશે.