મસાલા ઢોસામાં નાખ્યો ઢગલાબંધ આઈસ્ક્રીમ અને પછી બનાવી એવી વસ્તુ કે જોઈને જ તમે કહેશો, “આવું કોણ ખાય ?” જુઓ વીડિયો

આ ભાઈએ બનાવ્યો મસાલા ઢોસા આઈસ્ક્રીમ રોલ, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “આને તો નર્કમાં પણ જગ્યા નહીં મળે !” તમને કેવી લાગી આ વાનગી ?

સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, સોશિયલ મીડિયાના વધતા ચલણના કારણે ફૂડ બ્લોગરનો પણ રાફડો ફાટ્યો છે અને તે પોતાના બ્લોગીંગમાં એવા એવા ફૂડ બતાવે છે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણા લોકો જમવાની કેટલીક પરંપરાગત વસ્તુઓ સાથે પણ અખતરા કરતા જોવા મળે છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનું પણ માથું ચકરાઈ જાય.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને યુઝર્સનું ઢોસા ખાવા ઉપરથી પણ મન ઉઠી જાય. કારણ કે વીડિયોમાં જે ભાઈ ઢોસામાંથી એવી વસ્તુ બનાવે છે કે તેને જોઈને જ કહેવાનું મન થાય કે “ભાઈ આ વસ્તુને કોણ ખાશે ?’ આ વાયરલ વીડિયોમાં ઘણા લોકો કોમેન્ટ કરીને ખરીખોટી પણ સંભળાવી રહ્યા છે.

વાયરલ વીડિયો સામે આવ્યો છે દિલ્હીની એક દુકાનમાંથી. જ્યાં એક ફૂડ બ્લોગર દ્વારા મસાલા ઢોસા આઈસ્ક્રીમ રોલ બનાવવાની કલીપ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે, જેને જોઈને લોકોએ પણ પોતાનું માથું પકડી લીધું છે. કારણ કે ભાઈ મસાલા ઢોસામાં આઈસ્ક્રીમ કોણ ઉમેરે ? આ વાનગી યુઝર્સને પસંદ નથી આવી રહી.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઠંડી જગ્યા ઉપર મસાલા ઢોસાના કેટલાક ભાગ મુકવામાં આવે છે, તેમાં આઇસ્કીમ ભેળવવામાં આવે છે અને પછી બંનેને ઘણીવાર સુધી મિક્સ કરવામાં આવે છે. જેના બાદ તેની પેસ્ટને પાથરી દેવામાં આવે છે અને પછી રોલના રૂપમાં ઉખેડી લેવામાં આવે છે. છેલ્લે તે નાના નાના રોલને એક પ્લેટમાં રાખ્યા બાદ તેના ઉપર મસાલા ઢોસાનો મસાલો અને ચટણી નાખીને ગ્રાહકને આપવામાં આવે છે.

Niraj Patel