મનોરંજન

ફોટોમાં નજરે આવી રહ્યા છે ક્યૂટ બાળકો, આજે છે બોલીવુડના ફેમસ સ્ટાર કિડ, જાણો કોણ છે આ ?

હાલ કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ભારત તેની ચપેટે આવી ગયું છે. કોરોના વાયરસનાના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત નિપજ્યા છે. હાલ ભારતમાં કોરોનના વધતા જતા કેસને લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે બધા જ લોકો તેના ઘરમાં ક્વોરેન્ટાઇન છે. લોકડાઉન દરમિયાન સેલેબ્સ પણ તેની થ્રો-બેક તસ્વીર શેર કરી જૂની યાદો તાજી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

હાલમાં જ સોશિયલમીડિયામાં થ્રો બેક તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં 2 ક્યૂટ બાળકો નજરે આવી રહ્યા છે. આ ક્યૂટ બાળકો બૉલીવુડના ફેમસ સ્ટાર કિડ છે. આટલું જ નહીં આજે આ બાળકી બોલીવુડનો હિસ્સો છે. આ તસ્વીર જોઈને તમે ઓળખી ગયા ? નહીં ને ? તો આજે અમે તમને જણાવી રહ્યા છે આ બાળકો બીજા કોઈ નહીં પરંતુ સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

ઇબ્રાહિમે આ તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. જેમાં સારા નીચી નજર રાખીને બીજી તરફ જોઈ રહી છે. તો ઇબ્રાહિમ શરારતી નજરોથી કેમેરાની સામે જોઈ રહી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે, કે ઇબ્રાહિમ ચશ્માં પહેરતા ક્યૂટ અને શરારતી લાગી રહ્યો છે. આ સાથે જ તેને લખ્યું હતું કે, આ ચહેરો હું ત્યારે બનાવું છું જયારે હું સારાને બુલી બોલાવી શકું છું.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

આ પહેલા પણ ઇબ્રાહિમએ તેની એક થ્રોબેક તસ્વીર શેર કરી હતી. જેમાં તેના હાથ અને ચહેરા પર કલર લગાવ્યો હતો. જેમાં તે ઘણો ક્યૂટ લાગી રહ્યો છે. આ સાથે જ તેને કેપ્સન આપ્યું હતું કે, પિકાસો જુનિયર

 

View this post on Instagram

 

Picasso Jr

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

સારાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ફેબ્રુઆરીમાં તેની ફિલ્મ લવઆજકાલ રિલીઝ થઇ હતી, જેમાં તે કાર્તિક આર્યન સાથે નજરે આવી હતી. હવે તે ફિલ્મ કુલી નંબર-1માં વરુણ ધવન સાથે જોવા મળશે.આ સિવાય સારા, અક્ષય કુમાર અને સાઉથના સુપર સ્ટાર ધનુષ સાથે ફિલ્મ અતરંગીમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.