મનોરંજન

ન રહેવાયું સૈફના પુત્રથી, તેથી શાહરૂખની પુત્રીના સમર્થનમાં આગળ આવ્યો, ગુસ્સામાં કહ્યું કે

શાહરુખ પોતે ફેર એન્ડ લવલીની જાહેરાત કરે છે અને સુહાના ખાનને કાળી અને કદરૂપી કહેવાતા સેફના લાડલાને પેટમાં દુખ્યું પછી એનો મગજ ગયો અને…

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન એ હાલમાં જ ત્વચાના રંગ ભેદભાવ અને ભદ્દી કોમેન્ટો વિશે એક પોસ્ટ શેર કરી છે. સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Image Source

આ સિવાય રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પણ તેને સમર્થન આપતી કોમેન્ટો કરી છે. ઇબ્રાહિમે કમેન્ટમાં છોકરાના હાથ ઊંચા કરવાવાળી ઇમોજીસ પોસ્ટ કરી છે. જ્યારે તમે કોઈના નિવેદનને ટેકો આપો છો ત્યારે આ ઇમોજીસનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ સમયે, રિદ્ધિમા કપૂરે સુહાનાની પોસ્ટ પર હાર્ટ ઇમોજી બનાવ્યું છે.

Image source

સુહાના તેના રંગને લઈને ટ્રોલ થઈ રહી છે. તેને ભદ્દી કોમેન્ટો મોકલવામાં આવી હતી ત્યારબાદ તેને પોસ્ટ દ્વારા ટ્રોલર્સને યોગ્ય જવાબ આપ્યો. ઇન્સ્ટાગ્રામ પર, તેના ફોટા સાથે કેટલીક કોમેન્ટો સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેમાં તેને કાળી અને કદરૂપી કહેવામાં આવી હતી.

સુહાના ખાને પોસ્ટમાં કહ્યું કે ‘આ પોસ્ટ એ બધા લોકો માટે છે જેઓ હિન્દી નથી બોલતા. મેં વિચાર્યું કે હું તેમને કંઈક કહીશ. કાળા રંગને હિન્દીમાં કાલા કહેવામાં આવે છે. કાલી શબ્દનો ઉપયોગ તે સ્ત્રીને કરવા માટે થાય છે જેનો રંગ ઘાટો હોય છે.’

Image source

સુહાનાએ તેની પોસ્ટમાં લખ્યું છે, ‘અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે અને આ  તે પૈકી એક મુદ્દો પણ છે, જેને આપણે સુધારવાની જરૂર છે. તે ફક્ત મારા વિશે જ નથી. તે દરેક યુવાન છોકરી અને છોકરા વિશે છે જે કોઈપણ કારણોસર હીન ભાવના વિના મોટા થાય છે. જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે લોકોએ મને કહ્યું કે હું મારી ત્વચાના રંગને કારણે કદરૂપી છું.’

Image source

સુહાનાએ આગળ લખ્યું, ‘દુઃખી થવાની વાત એ છે કે આપણે બધા ભારતીય છીએ અને મોટાભાગના ભારતીય બ્રાઉન રંગના છે. હા, આપણાં બધાનાં શેડ્સજુદાં છે, પરંતુ તે વાંધો નથી. તમે મેલેનિનને પોતાથી દૂર રાખવા માટે કેટલો પ્રયત્ન કરો છો, તમે તે કરી શકશો નહીં. તમારા પોતાનાથી નફરત કરવાનો અર્થ એ છે કે તમે અસુરક્ષિત છો.’

Image source

સુહાનાએ લખ્યું, ‘માફ કરશો, જો તમને સોશિયલ મીડિયા, ભારતીય મેચમેકિંગ અથવા તમારા પરિવાર દ્વારા ખાતરી કરાવવામાં આવી હતી કે જો તમારી ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચની નથી અને તમે ગોરી નથી તો તમે પણ સુંદર નથી. હું આશા રાખું છું કે તે તમને તે જાણવામાં મદદ કરશે કે હું 5 ફુટ 3 ઇંચ છું અને મારો રંગ બ્રાઉન છે. હું આથી ખૂબ જ ખુશ છું અને તમારે પણ હોવું જોઈએ.’

Image source

જણાવી દઈએ કે સુહાના લંડનમાં અભ્યાસ કરતી હતી, પરંતુ કોરોના વાયરસને લઈને લોકડાઉન થવાને કારણે તે હવે તેના પરિવાર સાથે મુંબઇમાં છે. સુહાના પિતા શાહરૂખની જેમ જ અભિનય ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.તેને શાળામાં અનેક પ્લેમાં પણ ભાગ લીધો છે. સુહાના પિતાની ખૂબ નજીક છે.

18 વર્ષની ઉંમરે, સુહાનાએ મેગેઝિનના કવર પર પ્રવેશ કર્યો. તે મોહક અવતારમાં ગ્લેમર મેગેઝિન વોગના પહેલા પાના પર દેખાઇ હતી. શાહરૂખે ખુદ મેગેઝિનનું કવર પેજ લોન્ચ કર્યું હતું.