ખબર મનોરંજન

સૈફ અલી ખાને કહ્યું, તૈમુર આ ફિલ્ડમાં ઝંપલાવશે, ઈબ્રાહીમની કરિયર પર પણ કર્યો ખુલાસો

સૈફ અલી ખાનના આ નિવેદનથી લોકો ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે

સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન અને ઇબ્રાહિમ સોશિયલ મીડિયામાં સૌથી ચર્ચિત સ્ટારકીડ પૈકી એક છે. સારા પછી હવે ફેન્સ પણ ઇબ્રાહિમની ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં સૈફ અલી ખાન અને જેકલીન ફર્નાન્ડિઝ ફેમસ સ્પેશીયલ મીડિયા પર્સનાલિટી અને અભિનેત્રી અમાંડા સેર્નીના પોડકાસ્ટમાં જોડાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

પોડકાસ્ટમાં સૈફ અલી ખાનને તેના પરિવાર વિશે પૂછવામાં આવ્યું હતું. સૈફે કહ્યું, ‘મારી પુત્રી, મારો મોટો દીકરો અભિનેતા બનવા માંગે છે. મને લાગે છે કે તૈમૂર એક અભિનેતા હશે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

સૈફ અલી ખાને કહ્યું, “મારો તૈમૂર પહેલાથી જ અમારું મનોરંજન કરે છે.” સૈફ આગળ કહે છે, ‘મારી બહેને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મારી પત્ની અને પૂર્વ પત્ની બંને અભિનેત્રીઓ હતાં. અમારું સંપૂર્ણ કુટુંબ આ ઉદ્યોગમાં છે. મારી પુત્રી પણ ફિલ્મોમાં કામ કરે છે. મારો મોટો દીકરો પણ એક અભિનેતા બનવા માંગે છે. તૈમૂર ચોક્કસપણે એક અભિનેતા બનશે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

આ પહેલીવાર નથી જ્યારે સૈફે બાળકોને બોલિવૂડમાં આવવાની વાત કરી હોય. થોડા દિવસો પહેલા સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે “ઇબ્રાહિમ અભિનય કરવા અને ફિલ્મોમાં આવવા માટે તૈયાર છે.” હું ઇચ્છું છું કે મારા બધા બાળકો આ પ્રોફેશનમાં આવે. આ એક સારું પ્રોફેશન છે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

સૈફ અલી ખાને તેની માતા શર્મિલા ટાગોર પર કહ્યું, ‘મારી માતા 16 વર્ષની વયે ફિલ્મ્સ કરી રહી હતી. તેણે સત્યજિત રે સાથે 5 થી 6 ફિલ્મમાં કામ  કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

સૈફ આગળ કહે છે કે તેની માતા શર્મિલા ટાગોરનો પરિવાર રવીન્દ્રનાથ ટાગોરથી સંબંધિત છે. આ સિવાય તેની માતાના પરિવારમાં ઘણા લોકો પેઇન્ટર અને કલાકાર પણ રહી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

સૈફ અલી ખાને કહ્યું, ‘આ કામ કરવાની શ્રેષ્ઠ જગ્યા છે. અભિનયમાં મને જે મજા મળી છે તે મારી અપેક્ષા કરતા વધારે છે. બોલીવુડમાં ઇબ્રાહિમના લોન્ચિંગ વિશે પૂછતાં સૈફે કહ્યું કે તે એક ‘ઓપ્શન’ હોઈ શકે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

આ પોડકાસ્ટમાં સૈફે કહ્યું કે તે આત્મકથા લખવા માટે ખૂબ ઉત્સાહિત છે પરંતુ હવે તે આત્મકથા લખવા માંગતો નથી. સૈફે અમાંડા સેર્નીને કહ્યું હતું કે હું લોકોની અપશબ્દો સાંભળવા માટે તૈયાર નથી કારણ કે મારી પુસ્તકમાં હું જે પ્રમાણિકતા અને અસ્પષ્ટતા લખીશ તેના માટે લોકો મારી ટીકા કરશે.