ઘણાં સરકારી બ્બુને આપણે જોયા છે જેને નોકરી મળતાં પહેલા એમને મોટી મોટી વાતો કરી હોય પરંતુ નોકરી મળતા જ જાણે કે તેમનામાં એક અલગ જ પાવર આવી જાય અને ના તો એમને દેશની પડી હોય છે ના કોઈની સેવા કરવાની ચિંતા એમને તો બસ એમના ખિસ્સા ભરાય એટલે બસ, પરંતુ આપણા દેશમાં ઘણા એવા સરકારી કર્મચારીઓ છે જે દેશ માટેના કામને જ પોતાનું પહેલું કારત્વ સમજે છે અને ખોટા કામ અને ભ્રષ્ટચાર વિરુદ્ધ હમેશા લાલ આંખ કરતા જોવા મળે છે.

એવા જ એક આઈએએસ અધિકારીની ચર્ચાઓ આજે આખા દેશમાં જોરશોરથી ચાલી રહી છે, આ મહિલા ઓફિસરના નામથી જ અપરાધીઓ કંપી ઉઠે છે, અને આ મહિલા ઓફિસર ઠાઠ માઠ સાથે અપરાધીઓને નથી પકડતી પરંતુ સાદા કપડામાં જ ગમેતેવા વેશમાં જઈને અપરાધીઓને માલુમ પણ ના પડે એ રીતે તેમને દબોચી લે છે.

આ મહિલા અધિકારીનું નામ છે આઈએએસ વિજ્યા નારાયણ રાવ જાધવ જે અત્યારે ગિરિડીહ (ઝારખંડ)ની અંદર SDMના પેડ ઉપર વર્ષ 2017થી નિયુક્ત છે. જાધવને કેટલીક અવૈધ વર્ડઆર્ટની જાણકારી માલ્ટા જ તે તરત ત્યાં પહોંચી જાય છે અને આરોપીઓ ઉપર ઓન ધ સ્પોટ કાર્યવાહી પણ કરે છે અને એટલે જ આરોપીઓ તેમનાથી થર થર કંપે છે.
વિજ્યા જાધવ 2015માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને આઈએએસ તરીકે જોડાયા હતા, પહેલાથી જ તેમને વાંચનનો ખુબ જ શોખ હતો, અને તેમની દેશ સેવા કરવાની લગન અને ઈચ્છા દ્વારા ખુબ જ મહેનત કરી તેઓ આ પેડ સુધી પહોંચ્યા. વિજ્યા જાધવ તેમના કામ કાજને લઈને ખાસા ચર્ચામાં આવે છે અને એટલે જ દેશની 10 બહાદુર મહિલાઓમાં તેમનું પણ નામ છે.

હાલમાં વિજ્યા જાધવ ગિરિડીહ (ઝારખંડ)માં નિયુક્ત છે આ જિલ્લો ભારતના 5 પછાત જિલ્લાઓમાં સામેલ થાય છે. અહીંયા બાલુ માફિયા, અવૈધ ખનન, અવૈધ ફટાકડા ફેક્ટરી જેવા ઘણા બધા ગેર કાનૂની કામ-કાજનાં અડ્ડાઓ ધમધમે છે. તેવામાં વિજ્યા જાધવ આવા ગેર કાનૂની ધંધાઓ ઉપર રોક લગાવવા માટે વારંવાર છાપે મારી કરે છે. અને એ લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી પણ કરે છે.

થોડા સમય પહેલા જ ગૌતસ્કરોને પકડવાનો મામલો ખુબ જ ચર્ચામાં આવ્યો હતો જેમાં વિજ્યા જાધવે હાથમાં પાણીની બોટલ લઈને મોર્નિંગ વોક દરમિયાન જ રેડ પાડી હતી જેના કારણે તસ્કરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
ગિરિડીહના કુરૈશી મહોલ્લામાં સવકરે મોર્નિંગ વોક કરતા જ પોતાના કાફલા સાથે હાથમાં પાણીની બોટલ રાખીને વિજય જાધવ પહોંચી ગયા હતા. તેમને જોઈને લોકો આમતેમ ભાગવા પણ લાગ્યા હતા, વિજ્યા સીધા જ કતલખાનામાં પહોંચી ગયા અને પોતાના પશુપાલક ઓફિસરને માંસના સેમ્પલ લેવાનો પણ આદેશ આપી દીધો હતો.

ત્યારબાદ આ મહિલા ઓફિસરે આ કતલખાનામાંથી 50-60 ગાયના વાછડાઓને છોડાવ્યા તેમજ કેટલાક વાછડાને પોતાના હાથે પણ બહાર કાઢ્યા હતા. અને આ કિસ્સો આખા દેશમાં ચર્ચામાં આવ્યો હતો.

અધિકારી વિજ્યા જાધવના જણાવ્યા નૌસાર અહીંયા અવૈધ કતલખાનું ચાલી રહ્યું હતું અને જેમાં કેટલીક ગાય દૂધ પણ આપનારી હતી. તેમની આ છાપામારી દરમિયાન ઘણા લોકો પોતાનો સામન ત્યાં જ છોડી અને ભાગી પણ ગયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.