દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

ક્યારેક સાઈકલના પંચર ઠીક કરતો હતો આ યુવક, આજે બની ગયો છે IAS ઓફિસર, જાણો સંઘર્ષ અને પ્રેરણાદાયક વાર્તા

જો કોઈ માણસનો ઈરાદો મજબૂત હોય તો કામયાબી જરૂર મેળવી શકાય છે. આવું જ કંઈક મહારાષ્ટ્રના એક નાના શહેર બોઇસરમાં રહેતા વરુણ બરવાલાએ સાબિત કરી દીધું છે. નાનપણમાં સાઈકલના પંચર કરનાર વરુણનું સપનું કંઈક અલગ જ હતું. વરુણે આ સપનાને સાકાર પણ કરી દીધું છે. વરુણે તનતોડ મહેનત કરીને આજે આઈએએસ ઓફિસર છે. વરુણે તનતોડ મહેનત કરીને 2013માં યુપીએસસીની પરીક્ષામાં 32મું સ્થાન હાંસિલ કર્યું હતું. પિતાનું મોત અને બાળપણમાં ગરીબી જોઈને વરુણે સફળતાની સીડીઓ હાંસિલ કરી છે.

મીડીયા રીપોર્ટ અનુસાર, વરુણે 10મું પાસ કર્યા બાદ સાઇકલની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. વરુણે 2006માં 10માં પરીક્ષા પાસ કર્યા બાદ તેના ત્રણ દિવસ બાદ જ તેના પિતાનું અવસાન થયું હતું. પિતાનું અવસાન થતા ઘરની જવાબદારી વરુણ પણ આવી ગઈ હતી. પરંતુ નસીબમાં બીજું જ કંઈક લખ્યું હતું જયારે 10માંનું પરિણામ આવ્યું ત્યારે વરુણ ટોપ પર હતો.

Image Source

વરુણને આ સફળતા હાંસિલ કરવા માટે તેના ઘરનો પણ સપોર્ટ મળ્યો હતો.વરુણની માતાએ તેને કહ્યું હતું કે, ‘આપણે બધા મહેનત કરીશું, તું ભણવામાં ધ્યાન આપ.’ વરુણને 11 અને 12મું ધોરણ જિંદગીના સૌથી વધુ મુશ્કેલ રહ્યા હતા. વરુણ સવારે 6 વાગ્યે સ્કૂલ જતો હતો. સ્કૂલથી પરત ફર્યા બાદ 2થી રાતે 19 વાગ્યા સુધી ટ્યુશન લેતો હતો. ત્યારબાદ દુકાનનો હિસાબ કરતો હતો.

વરુણ ખુદને નસીબ વાળો સાંજે છે તેને ભણતર પાછળ એક પણ રૂપિયો ખર્ચ નથી કર્યો. હંમેશા કોઈને કોઈ તેના પુસ્તક, ફોર્મસ અને ફીસ ભરી આપતું હતું. વરુણનું શરૂઆતની ફી તેના પિતાનો ઈલાજ કરનાર ડોકટરે ભરી દીધી હતી પરંતુ ચિંતા એ વાતની હતી કે, સ્કૂલની દરેક મહિનાની ફી કોણ ભરશે ? વરુણે તનતોડ મહેનત કરવાનું શરૂ કરી દઈ વિચાર્યું હતું કે, પ્રિન્સિપાલને આજીજી કરશે કે તેની ફી માફ કરી દે. પરંતુ વરુણના ઘરની સ્થિતિ જોઈને એક ટીચરે તેના 11 અને 12 ધોરણની ફી ભરી દીધી હતી. આ રીતે તેને શાળાની ભણતર પૂર્ણ કરી લીધું હતું.

Image Source

સ્કૂલનું ભણતર પૂર્ણ થયા બાદ વરુણે એન્જીનીયરીગની પરીક્ષા પાસ કરી લીધી હતી. વરુણની માટે પહેલા વર્ષની 1 લાખ રૂપિયા ફી ભારે મહેનત બાદ ભરી હતી. બાકીના વર્ષની ફી અંગે ટીચરે કોલેજના ડીન, પ્રોફેસરને વાત કરતા તે પણ માફ થઇ ગઈ હતી. આ સમયે વરુણના મિત્રો તેને પૈસાની મદદ કરતા હતા.

Image Source

એન્જીનીયરીંગ પાસ કરતા જ વરુણને સારી કંપનીમાં પ્લેસમેન્ટ થયું હતું, પરંતુ વરુને સિવિલ પરીક્ષા માટે મન બનાવી લીધું હતું. વરુણે પરીક્ષા માટે મન બનાવી લીધું હતું પરંતુ તેની તૈયારી કેમ કરવી તેની ખબર ના હતી ત્યારે તેના ભાઈએ તેની મદ્દ્દ કરી હતી.

Image Source

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરુણે જણાવ્યું હતું કે, જયારે યુપીએસસી પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું ત્યારે મેં મારા ભાઈને પૂછ્યું હતું કે, મારો રેન્ક કેટલામો છે? ત્યારબાદ તેને કહ્યું હતું કે, 32. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા હતા. વરુણે આ પરીક્ષા પાસ કરતા જણાવ્યું હતું કે, તેને ખબર હતી કે મહેનત અને લગન સાચી હશે તો પૈસા વગર પણ તમે દુનિયાના દરેક મુકામને હાંસિલ કરી શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.