ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

પંક્ચરની દુકાન ઉપર કામ કરતો યુવાન બની ગયો IAS ઓફિસર, વાંચો સફળતાની એક સુંદર કહાણી

પોતાની રીતે અભ્યાસ ઉપર નથી ખર્ચ્યો 1 પણ રૂપિયો, જાણો કેવી રીતે બન્યો આ વ્યક્તિ આઈએએસ ઓફિસર

સફળતાની ઘણી વાર્તાઓ આપણી આસપાસ રહેલી છે. ઘણી વાર્તાઓ સોશિયલ મીડિયા દ્વારા પણ આપણે જાણી શકતા હોઈ છીએ. સફળ થવા માટે એક લક્ષ નિર્ધારિત હોવું જરૂરી છે. મુશ્કેલીઓ પણ ઘણી આવે છે, છતાં જેને સફળતા મેળવવી છે એ કોઈપણ રીતે સફળતા મેળવી જ લે છે. એવો જ એક યુવાન જેને પંક્ચરની દુકાન ઉપર કામ કરીને પણ મહેનત કરી અને આજે આઈએએસ ઓફિસર બની ગયો છે જેની કહાણી ખરેખર પ્રેરણા દાયક છે.

Image Source

મહારાષ્ટ્રના પાલઘરમાં જન્મેલા આ યુવકનું નામ છે વરુણ બરનવાલ. જેને 2013માં યુપીએસસીની પરીક્ષામાં 26મી રેન્ક મેળવી અને આજે તે ગુજરાતની અંદર ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યો છે. તેમને પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો.

Image Source

વરુણના ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ દયનિય હતી. જેના કારણે તેનું બાળપણ ખુબ જ મુશેક્લીઓમાંથી પસાર થયું. તેના પિતા સાયકલ રિપેરિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.  થોડા જ સમયમાં તેના પિતાનું પણ દેહાંત થયું અને પરિવારની સંપૂર્ણ જવાબદારી વરુણના ખભા ઉપર આવી ગઈ.

Image Source

વરુણ ભણવામાં ખુબ જ હોશિયાર હતો. તે ક્લાસમાં હંમેશા આગળના નંબરે જ આવતો. તે જયારે 10માં ધોરણમાં હતો ત્યારે જ તેના માથા ઉપરથી તેના પિતાની છાયા હંમેશા માટે ચાલી ગઈ. જેના કારણે તેને એક મોટો ઝટકો લાગ્યો, પરંતુ પરિવારની જરૂરિયાત પુરી કરવા માટે પિતાના જ વ્યવસાયને તેને આગળ ધપાવ્યો.

Image Source

થોડા મહિના બાદ જયારે 10માં ધોરણનું પરિણામ આવ્યું ત્યારે વરુણે ટોપ કર્યું હતું. પરિણામ જાહેર થતા જ તેના ઉત્સાહમાં પણ વધારો થયો અને તેને નક્કી કરી લીધું કે તે આઈએએસ બનશે. પરંતુ સૌથી મોટી સમસ્યા હતી ભણતર માટેના પૈસા ભેગા કરવાની.

Image Source

વરુણના પિતાની જયારે તબિયત ખરાબ હતી ત્યારે જે ડોક્ટર તેના પિતાની સારવાર કરી રહ્યા હતા. તે વરુણની મદદ માટે આગળ આવ્યા. તેમને વરુણના અભ્યાસના ખર્ચની સાથે તેના પુસ્તકો અને ફોર્મ ફીનો ખર્ચો પણ ઉઠાવી લીધો. વરુણે પોતાના અભ્યાસ માટે સાયકલ રીપેરીંગ સાથે ટ્યુશન પણ કરાવવાના શરૂ કર્યા.

Image Source

થોડા સમય અભ્યાસ કર્યા બાદ વરુણે પોતાની સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલ ફી માફ કરવાની વાત કરી. વરુણના ઘરની હાલત જોતા પ્રિન્સિપાલે 2 વર્ષની ફી માફ કરી દીધી.  ત્યારબાદનું ભણતર ટ્યુશન ફી અને સ્કોલરશીપની મદદથી પૂર્ણ થઈ.

Image Source

આઈએએસ બનવા માટે વરુણે કોઈ કોચિંગમાં તાલીમ લીધી નહોતી અને કોચિંગ વગર જ તેને આઈએએસ પરીક્ષાની અંદર 26મી રેન્ક મેળવી.  તેને પોતાની મહેનત અને લગન દ્વારા સાબિત કરી આપ્યું કે સફળતા મેળવવા માટે કોચિંગ નહીં પણ મહેનતની જરૂર છે. અને આજે વરુણ હજારો લોકો માટે આદર્શ બની ગયો છે.