ખબર જીવનશૈલી

IAS ટોપર ટીના ડાબી અને અતહરની લવ સ્ટોરી, કેવી રીતે થયા લગ્ન અને શા માટે થઇ રહ્યા છે છૂટાછેડા

IAS અધિકારી ટીના ડાબી અને અતહર ખાન લેવા જઈ રહ્યા છે છૂટાછેડા, કોર્ટમાં દાખલ કરી અરજી

સંઘ લોક સેવા આયોગ-2015(યુપીએસસી) પરીક્ષાની ટોપર રહી ચુકેલી આઈએએસ ટીના ડાબી એક વાર ફરીથી ચર્ચાનો વિષય બની છે. વાત કંઈક એવી છે કે ટીનાએ પોતાના આઈએએસ પતિ અતહર આમિર સાથે છૂટાછેડાની અરજી કોર્ટમાં આપી છે. ટીનાએ વર્ષ 2018 માં પોતાની જ બેચના આઈએએસ અતહર આમિર ખાન સાથે લગ્ન કર્યા હતા.

Image Source

બંન્નેએ જયપુરના ફેમિલી કોર્ટ-1 માં એકબીજાની મંજુરીથી છૂટાછેડાની અરજી આપી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હવે બંન્ને એકસાથે રહી શકે તેમ નથી માટે કોર્ટ અમારા લગ્નને શૂન્ય ઘોષિત કરે.

Image Source

હાલના સમયમાં ટીના સંયુક્ત શાસન સચિવ વિભાગ જયપુરમાં જોઈન્ટ સેક્રેટરી અને આમિર સીઈઓ ઈજીએસના હોદ્દા પર કાર્યરત છે. બંન્નેના લગ્ન પણ ખુબ ચર્ચિત રહ્યા હતા.

કાશ્મીરના રહેનારા અતહરએ 2015-યુપીએસસી પરીક્ષામાં બીજો રેન્ક મેળવ્યો હતો જ્યારે ટીના ટોપ રહી હતી. જેના પછી થનારી આઈએએસ ટ્રેનિંગમાં પણ તેણે પહેલો રેન્ક મેળવ્યો હતો, તેના માટે ટીનાને પ્રેજિડેન્ટ ઓફ ઇન્ડિયા ગોલ્ડ મેડલથી સ્નમાનિત કરવામાં આવી હતી.

Image Source

આઇએએસની ટ્રેનિંગના સમયે જ બંન્ને વચ્ચે નજીકતા વધી હતી અને ઘણા સમય સુધી સાથે રહ્યા પછી વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા અને લગ્નના એક વર્ષ પછી બંન્ને અલગ થવા જઈ રહ્યા છે.

Image Source

બંન્નેના લગ્ન કાશ્મીરના પહલગામની સુંદર વાદીઓમ થયા હતા. ટીનાએ સોશિયલ મીડિયા દ્વારા સૌથી પહેલા અતહર સાથેના રિલેશનની જાણકારી આપી હતી અને અતહર સાથેની તસ્વીર પણ પોસ્ટ કરી હતી.

Image Source

મળેલી જાણકારીના આધારે અમુક દિવસો પહેલાજ અતહરે ટીનાને સોશિયલ મીડિયા પરથી અનફોલો કરી દીધી હતી જેના પછી ટીનાએ પણ અતહરને પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી અનફોલો કર્યો હતો. આ સિવાય ટીનાએ ઇન્સ્ટાગ્રામ બાયો પરથી ‘કાશ્મીરી વહુ’ શબ્દ પણ હટાવી લીધો હતો.

Image Source

છૂટાછેડાની અરજી પર કોર્ટ અમુક જ દિવસોમાં સુનવણી કરશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંન્ને આગળના ઘણા સમયથી અલગ અલગ રહી રહ્યા છે, અને તેઓ પોતાના લગ્નને આગળ યથાવત રાખવા નથી માંગતા માટે તેના છૂટાછેડાની અરજી પાસ કરવામાં આવે.