દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

ધોરણમાં છઠ્ઠા નાપાસ થનાર રૂકમણી બની IAS, જાણો કેવી રીતે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ આ પરીક્ષામાં પાસ થયેલા કેટલાક ઉમેદવારોની વાર્તા ખરેખર આશ્ચર્યજનક હોય છે, આવી જ એક રુક્મણી રાયરની વાર્તા છે, જેણે 2011માં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

Image Source

ચંદીગઢમાં જન્મેલી રુક્મણી રાયરે 2011માં આઈએએસ પરીક્ષામાં દેશમાં બીજો નંબર મેળવ્યો હતો. રુકમણીનો જન્મ નિવૃત્ત નાયબ જિલ્લા એટર્ની (હોશિયારપુર) બલજીંદર સિંહના ઘરે થયો હતો અને તેને નાની ઉંમરે બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવી હતી. જ્યારે પ્રથમ વખત બોર્ડિંગ સ્કૂલમાં ગઈ ત્યારે તે ત્યાંના વાતાવરણ અને અભ્યાસના દબાણને કારણે છઠ્ઠા ધોરણમાં નાપાસ થઇ. તેના માટે બોર્ડિંગ સ્કૂલના દબાણનો સામનો કરવો મુશ્કેલ હતો. જેને કારણે અભ્યાસમાં રુચિ ઓછી થવા લાગી, પરંતુ તેણે નિષ્ફળતાને તેની નબળાઇ ન બનવા દીધી.

Image Source

રુકમણીને એ વાતથી એટલો આંચકો લાગ્યો કે આ દરમિયાન તે ડિપ્રેશનમાં રહેવા લાગી. તેને ખબર જ ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. નાપાસ થયા પછી, પરિવારના સભ્યો અને શિક્ષકોની સામે જવાની હિંમત થતી ન હતી. એ વિચારીને શરમ આવતી કે લોકો એના વિશે શું વિચારશે.

Image Source

લાંબા સમય સુધી આ તણાવમાં રહ્યા પછી, તેણે વિચાર્યું કે તેને આ સમસ્યાનો સામનો કરવો પડશે. આ ડરને જ તેને પોતાની પ્રેરણા બનાવી લીધી. તેને પોતાની નિષ્ફળતાથી શીખ લીધી અને તેને નક્કી કર્યું કે બહાના બનાવવા અથવા બીજાઓને દોષ આપવાનો કોઈ ફાયદો નથી.

Image Source

તેને ડિપ્રેશનમાંથી પોતાની જાતને ખૂબ જ બહાદુરીથી બહાર કાઢી અને નિર્ણય કર્યો કે હવે તે કોઈ પણ સંજોગોમાં તાણ અને અભ્યાસને તેના પર હાવી થવા નહિ દે. તેમને સખત મહેનત કરી અને તેમનું કહેવું છે કે જો આપણે દ્રઢ નિશ્ચય કરીએ તો નિષ્ફળતા આપણો રસ્તો કદી રોકી શકે નહીં. જો તમે ધૈર્ય અને યોજના સાથે તૈયારી કરો તો વિશ્વમાં કોઈપણ પરીક્ષા પાસ કરવી શક્ય છે.

Image Source

પોતાનું હસલનું શિક્ષણ ખતમ કર્યા પછી રુકમણીએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસમાંથી માસ્ટર ડિગ્રી કરી અને તેની સાથે જ અનેક એનજીઓ સાથે કામ કર્યું. જેથી આપણા દેશની સ્થિતિને વધુ સારી રીતે સમજી શકે. પોતાની નિષ્ફળતાથી શીખ લીધી અને તેને આખી કોલેજમાં ટોપ કર્યું હતું.

Image Source

માસ્ટર ડિગ્રી ખતમ કર્યા પછી તેને યુપીએસસીની તૈયારી કરવા લાગી અને પ્રથમ જ પ્રયાસમાં તેને યુપીએસસીની પરીક્ષામાં દેશમાં બીજો નંબર મેળવ્યો હતો. તેને માટે આ સફળતા ખાસ હતી એનું કારણ એ હતું કે તેને કોઈ પણ પ્રકારના કોચિંગ લીધા વિના જ આ પરીક્ષામાં પ્રથમ પ્રયાસે સફળતા પ્રાપ્ત કરી હતી. રૂક્મણી તેની સફળતાનો શ્રેય પિતા બલજીંદર સિંહ, માતા તકદીર કૌર, તેના શિક્ષકો અને મિત્રોને આપે છે.

Image Source

રૂક્મણીએ 2012 બેચના આઈએએસ અધિકારી સિદ્ધાર્થ સિહાગ સાથે લગ્ન કર્યા, અત્યારે બંને પતિ અને પત્ની રાજસ્થાનમાં પોતાની ફરજ બજાવી રહયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.