દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

નોકરી છોડી, બે વર્ષના બાળકો અને પરિવારને સંભળાતા ટ્યુશન વગર જ આ માતા બની IAS અધિકારી

આખા ગામના લોકોએ મેણા માર્યા અને મેડમે પરીક્ષા પાસ કરીને આખા ગામને ચૂપ કરાવી દીધું, વાંચો આજની બેસ્ટ સ્ટોરી

જેઓ સંઘર્ષ કરવા ઇચ્છતા જ નથી તેઓના જીવનમાં અનેક બહાનાઓ હોય છે પણ જેઓ કંઈક કરી બતાવવાનું મન બનાવી લે છે તેઓ કોઈપણ પરિસ્થિતમાં પણ કામિયાબી સુધી પહોંચીને જ રહે છે. એવી જ કંઈક કહાની પુષ્પલતાની પણ છે, જેણે 2017 માં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 80મુ રેન્ક મેળવ્યું હતું. આજે તે ભારતીય પ્રશાસનિક સેવાની અધિકારી છે. એવામા આજે અમે તમને તેના સંઘર્ષની કહાની વિશે જણાવીશું.

Image Source

સંઘ લોક સેવા આયોગ (UPSC – Union Public Service Commission) ની પરીક્ષા ની તૈયારી કરવી અને તેમાં સફળતા મેળવવી આસાન કામ નથી. અમુક લોકો પોતાની આ પરીક્ષામાં સફળતા મેળવી લે છે તો અમુક લોકોને ઘણા વર્ષો નીકળી જાય છે આ સફળતા મેળવવા માટે.

Image Source

પુષ્પલતાની સંઘર્ષ કહાની દરેક કોઈ માટે પ્રેરણા સમાન છે. જેણે કોઈપણ જાતના ટ્યુશન વગર જ બે બાળકો અને પરિવારને સંભાળતા તૈયારી કરી હતી અને કામિયાબી પણ મેળવી. પુષ્પલતાએ કહ્યું હતું કે સફળતા મેળવવા માટે શું જરુરી છે અને એ પણ જણાવ્યું હતું કે તેણે આ તૈયારી કેવી રીતે કરી હતી. પુષ્પલતાએ સાબિત કરી બતાવ્યું કે કઠોર મહેનત, સમર્પણ અને દ્રઢતાની સાથે કોઈપણ લક્ષ્યને મેળવી શકાય છે.

Image Source

પુષ્પલતાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે પહેલા સ્ટેટ બેન્ક ઑફ હૈદરાબાદમાં આસિસ્ટન્ટ મેનેજર હતી,પણ તેને તે નોકરીમાં કઈ ખાસ મન લાગતું ન હતું.તે તેનાથી કંઈક અલગ પોતાના માટે અને સમાજ માટે કરવા માગતી હતી. જેના પછી તેણે વર્ષ 2015 માં નોકરી છોડી દીધી અને આઇએએસની તૈયારીમાં લાગી ગઈ. અભ્યાસની સાથે સાથે તે પરિવાર અને બાળકોની પણ જવાબદારી ઉઠાવી રહી હતી.

Image Source

હરિયાણાની રહેનારી પુષ્પલતાએ કહ્યું કે તેણે ક્યારેય પણ ટ્યુશન ક્લાસની મદદ લીધી ન હતી. તે તૈયારી કરવા માટે દિલ્લી જવા માગતી હતી, પણ પૈસાની તંગી અને જવાબદારીઓને લીધે તે દિલ્લી જઈ શકી નહીં. જ્યારે બધા જ દરવાજા બંધ થઇ ગયા ત્યારે તેણે પોતાની જાતે જ અભ્યાસ કરવાનું વિચાર્યું.

Image Source

જવાબદારીઓની સાથે સાથે તેણે 10 થી 12 દિવસમાં 8 થી 10 કલાકનો સમય કાઢીને તે અભ્યાસ કરવામાં પૂરું ધ્યાન લગાવતી હતી. જો કે પહેલી વાર પરીક્ષા આપી ત્યારે માત્ર સાત અંકોની ખામીથી પાસ થઇ શકી ન હતી.

Image Source

પુષ્પલતાએ કહ્યું કે પહેલી વાર અસફળ થવાને લીધે પરિવારના લોકોએ પણ કહી દીધું હતું કે તેઓ હવે તેને વધારે સમય સુધી સપોર્ટ કરી શકશે નહિ. છતાં પણ પુષ્પલતા પોતાની કોશિશોમાં લાગી રહી. પુષ્પલતાએ કહ્યું કે,”મને મારા પોતાના પર પૂરો ભરોસો હતો.મેં નક્કી કરી લીધું હતું કે પરીક્ષામાં પાસ થઇશ કે નહીં, પણ જે પણ અને જેટલું પણ કરીશ પોતાના માટે કરીશ. તેમાં કોઈપણ ખામી નહીં છોડું, જેથી પાછળથી કોશિશ ન કરવાનો અફસોસ ન રહે’.

Image Source

આખરે વર્ષ 2017 માં થયેલી યુપીએસસીની પરીક્ષા માં પુષ્પલતા સફળ થઇ અને તેને 80 મોં રેન્ક મળ્યો.આજે પુષ્પલતા આઈએએસ અધિકારી બની ગઈ છે. તે હંમેશા કહેતી કે,”પરીક્ષા પાસ કરવા માટે નથી, પોતાના માટે મહેનત કરો. પુરા મન અને લગનની સાથે કોશિશ કરો’.

Image Source

પુષ્પલતા હંમેશા એ વાતમાં વિશ્વાસ રાખતી હતી કે, જો આત્મવિશ્વાસની સાથે કંઈક ઇચ્છશું, તો નિશ્ચિત રૂપે તેને મેળવી શકાય છે. તેણે તૈયારી માટે સરળ રીત અપનાવી. દરેક દિવસ, નાના નાના લક્ષ્ય નક્કી કરતી અને તેને હાંસિલ કરતી. આવી રીતે તૈયારી કરીને તેણે દેશની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી લીધી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.