પહેલા બની IPS અને પછી બની IAS, સફળતાની કહાની છે ખુબ જ દિલચસ્પ, નક્સલી ક્ષેત્રમાં આવેલી ચુનોતીયો છતાં પણ હાર ના માની દેશની આ દીકરીએ

આપણી આસપાસ સફળતાઓના ઘણા ઉદાહરણો મળી રહે છે. સોશિયલ મીડિયામાં પણ આપણે ઘણી એવી કહાની સાંભળતા હોઈએ છીએ જેમાંથી પણ આપણે પ્રેરણા લઇ શકીએ. ઘણા લોકોએ પોતાની મહેનત અને સાચી લગનથી શૂન્યમાંથી સર્જન કર્યું છે, માથે આવી પડેલી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો છે અને આજે આખી દુનિયામાં પોતાનું આગવું નામ બનાવ્યું છે.

આવી જ એક કહાની છે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં રહેવાવાળી નમ્રતા જૈનની. તેને એ સાબિત કરી આપ્યું કે મુશ્કેલ હાલત છતાં પણ પોતાના સપનાને પૂર્ણ કરી શકાય છે.

દંતેવાડા જેવા નક્સલી પ્રભવિત જિલ્લામાં રહેવાવાળી નમ્રતા જૈનને હવે મહાસમુંદમાં પોસ્ટિંગ મળી છે અને તે SDMની જવાબદારી સાંભળી રહી છે. તે આ પહેલા રાયપુરમાં ટ્રેની આસિસ્ટન્ટ કલેકટર હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જોઈએ તો નમ્રતા જૈન છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આવેલા કારલીની રહેવાસી છે. તમને જણાવી દઈએ કે દંતેવાડા જિલ્લો નક્સલવાદથી પ્રભાવિત ક્ષેત્રોમાંથી એક છે અને નમ્રતા માટે અભ્યાસ કરીને આઈએએસ બનવું સરળ નહોતું.

નમ્રતા જૈને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, “તેના કસ્બાની અંદર એક પોલીસ સ્ટેશનમાં નક્સલીઓએ વિસ્ફોટ કરી દીધો હતો, જેને સિવિલ સેવામાં શામિલ થઈને ગરીબોની સેવા કરવા અને માઓવાદ પ્રભાવિત ક્ષેત્રમાં વિકાસ લાવવા માટે પ્રેરિત કરી હતી.

તેને આગળ જણાવ્યું કે, “હું જે જગ્યાએથી આવું છું તે નક્સલવાડથી ખરાબ રીતે પ્રભાવિત છે. ત્યાંના લોકો પાસે શિક્ષા જેવી બુનિયાદી સુવિધાઓ નથી. હું મારા રાજ્યના લોકોની સેવા કરવા માંગુ છું. દંતેવાડામાં વિકાસ લાવવો ત્યાંથી નક્સલવાદનો સફાયો કરવામાં મદદ કરશે.”

નમ્રતાનો શરૂઆતી અભ્યાસ બસ્તર, દંતેવાડામાં થયો, અહિયાંથી તેને 10માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તેના બાદ તે ભીલાઈ ચાલી ગઈ અને અગિયાર અને બારમું ધોરણ ત્યાંથી ભણી. 12માં ધોરણ બાદ તેને પોતાનું ગ્રેજ્યુએશન ભીલાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી પૂર્ણ કર્યું. એન્જીયરીંગના તરત બાદ નમ્રતાએ યુપીએસસી સીએસઈ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી.

નમ્રતાએ પરીક્ષાની તૈયારી સાથે કોઈ બીજું કામ ના કર્યું. નમ્રતાનું માનવું છે કે જો કોઈ મજબૂરી ના હોય તો યુપીએસસી પરીક્ષાની સાથે કંઈક બીજું ના કરવું. જેમ કકૅ નોકરી અને અભ્યાસ. તેના મત પ્રમાણે આ પરીક્ષા પૂરતું સમર્પણ માંગે છે. ત્યારે જ તૈયારી ઠીક રીતે થઇ શકે છે અને સફળતા મળે છે.

નમ્રતાને તેના કાકાનો ખુબ જ સપોર્ટ મળ્યો હતો. તેના પરિવારજનોએ જણાવ્યું કે જયારે તે યુપીએસસીની તૈયારી કરી રહી હતી ત્યારે જ 6 મહિનાના અંતરાલમાં તેના બે કાકાનું મોત હાર્ટ એટેકના કારણે થઇ ગયું હતું. જેના કારણે તે ખુબ જ તૂટી ગઈ હતી, જો કે તેને પોતાના સપનાને ના તૂટવા દીધું અને તૈયારીમાં લાગી ગઈ, કારણ કે તેના કાકા પણ ઇચ્છતા હતા કે નમ્રતા આઈએએસ બને.

નમ્રતાએ પહેલીવાર 2015માં યુપીએસસીની પરીક્ષા આપી, પરંતુ તે સફળ ના થઇ શકી. જેના બાદ વર્ષ 2016ની પરીક્ષામાં 99મી રેન્ક લાવવા છતાં પણ તે આઈએએસના બની શકે અને તે મધ્યપ્રદેશ કેડરની આઇપીએસ ઓફિસર બની. જોકે નમ્રતાનું લક્ષ આઈએએસ બનવાનું હતું, જેના કારણે હૈદરાબાદના સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન પણ યુપીએસસીની તૈયારી ના છોડી.

પોલીસ ટ્રેનિંગ દરમિયાન પણ નમ્રતા સતત તૈયારી કરતી રહી. પરંતુ તેને 2016માં યુપીએસસીની પરીક્ષા ના આપી અને ત્યારબાદ 2018માં નસીબ અજમાવ્યું. આ વખતે તેની મહેનત રંગ લાવી અને તેને ઓલ ઇન્ડિયામાં 12મી રેન્ક હંસિલ કરી અને આઈએએસ બનવાનું સપનું પૂર્ણ કર્યું.

Niraj Patel