પોતાના કામ કરવાના તરીકાથી ચર્ચામાં રહેનારી ફૈજાબાદની ડીએમ કિંજલ સિંહ ચર્ચામાં આવી છે. આવું એટલા માટે કેમ કે તેમણે એક ગરીબ શાકભાજી વહેંચનારી મહિલાની મદદ કરી છે.કિંજલ સિંહે આ ગરીબ મહિલા પાસેથી 50 રૂપિયાના એક કિલો કારેલા 1550 રૂપિયામાં ખરીદી લીધા.આવું તેમણે શાકભાજી વહેંચનારી ગરીબ મહિલાની મદદ કરવા માટે કર્યુ હતું. આ સિવાય દિવસે કારેલા ખરીદ્યા પછી રાત્રે કિંજલ તે મહિલાના ઘરે જરૂરી સામાન પહોંચાડવા માટે પણ પહોંચી ગઈ હતી.જણાવી દઈએ કે આ ઘટના ફૈજાબાદના શાકભાજી બજારની 9 જૂનની છે.

ડીસ્ટ્રીકટ મજિસ્ટ્રેટ કિંજલ સિંહ પોતાના કાફલા સાથે ત્યાં એક મસ્જિદની ઇન્સ્પેક્શન કરીને પાછી આવી રહી હતી.રસ્તામાં તેની નજર અચાનક આ ‘મુના’ નામની ગરીબ મહિલા પર પડી તેને જોઈને કિંજલનું હૃદય પીગળી ઉઠ્યું.કિંજલે તેમને એક કિલો કારેલાનો ભાવ પૂછ્યો.મહિલાએ તેનો ભાવ 50 રૂપિયા જણાવ્યો. કિંજલે આ એક કિલો કરેલા તો ખરીદ્યા પણ તેણે 50 રૂપિયાને બદલે 1550 રૂપિયા આપ્યા.

કિંજલ દ્વારા 1550 રૂપિયા આપવાથી મુનાની ખુશીનો તો પાર જ ના રહ્યો.આ સિવાય જયારે મોડી રાત્રે કિંજલ મુનાની ઝૂંપડીમાં પોતાના અધિકારીઓ સાથે મદદ માટે પહોંચી તો તેના ઘરની હાલત જોઈને પોતાના અધિકારીઓને જરૂરી સામાન લાવી આપવાનો આદેશ આપ્યો.

તેમણે 5 કિલો અડદની દાળ,40 કિલો ચોખા,50 કિલો ઘઉં,20 કિલો લોટ પહોંચાડવાનો નિર્દેશ આપ્યો.લગભગ અળધી કલાકના સમયની અંદર કરિયાણાનો સામાન સરકારી ગાડીમાં નખાવીને મુનાના ઘરે પહોંચાડી દેવામાં આવ્યો.

ડીએમ કિંજલ સિંહના નિર્દેશ પર મુનાને ઉજ્વલા યોજનાના ચાલતા ચૂલ્લો,સિલિન્ડર એક ટેબલ પંખો સુવા માટે ખાટલો પહેરવા માટે બે સાડી અને ચપ્પલ પણ ઉપલબ્ધ કરાવડાવ્યા.આ સિવાય 75 વર્ષની મુના અને તેની પૌત્રીની હાલતને જોતા કિંજલના અપીલ દ્વારા પ્રશાસને મુનાને સરકારી રહેઠાણ અને હેન્ડપંપની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય પાંચ દિવસ પહેલા 13 જૂનના રોજ જ્યારે મુનાને ઇજા થઇ તો તેના ઈલાજ માટે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી ત્યારે કિંજલ તેની ખબર માટે પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી.કિંજલે હોસ્પિટલમાં પણ મુનાની ખુબ મદદ કરી હતી.

લગભગ 10 દિવસોમાં પોતાની બદલાઈ ગયેલી કિસ્મત જોઈને મુનાની ખુશીનો પાર જ રહ્યો ન હતો.આજથી 10 દિવસ પહેલા જ્યાં બે ટાણાનો રોટલો માટે મુના સંઘર્ષ કરી રહી હતી અને વરસાદથી બચવા માટે પોતાની ઝૂંપડીમાં પ્લાસ્ટિક અને કોથળાની ચાદરોથી જીવન વ્યતીત કરી હતી તેને આજે જિલ્લા પ્રશાશની મદદથી સુવિધાઓ મળી રહી છે.આ બધું જોઈને મૂનાએ કહ્યું કે,”આ બધા આગળના જન્મનું જ પુણ્ય હતું કે આ જન્મમાં ડીએમ કિંજલ સિંહે મને ‘માં’ કહીને બોલાવી અને એક દીકરીની જેમ મારી મદદ કરી”.

કોણ છે કિંજલ સિંહ?:

વર્ષ 2008 માં આઈએએસ બનેલી કિંજલ સિંહ ફૈજાબાદ માં ડીએમ છે. મેરીટ લિસ્ટમાં તેનો 25 મોં રેન્ક હતો.કિંજલ માત્ર 6 મહિનાની જ હતી જયારે તેના પિતાની એન્કાઉન્ટરમાં હત્યા કરી નાખવામાં આવી હતી તેની માં ની પણ અમુક સમય પછી કૈંસરથી મૃત્યુ થઇ ગઈ હતી.કિંજલે પોતાની નાની બહેન પ્રાંજલને ખુબ નાની ઉંમરમાં સંભાળી હતી.વર્ષ 2008 માં પ્રાંજલે પણ આઇપીએસ માટે ક્વોલિફાઇ કર્યુ, બંને બહેનોએ પિતાની હત્યાનો કેસ લાંબા સમય સુધી લડ્યો અને ગુનેગારોને સજા અપાવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks