ખબર

UPSCમાં ત્રીજો રેન્ક મેળવીને IAS બનવા જઈ રહેલી ગામિનીનો વીડિયો થયો વાયરલ, ઢોલના ધમકારે માતાજીના દરબારમાં કર્યો અદભુત ડાન્સ, જુઓ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પરિણામ અનુસાર, ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાની રહેવાસી શ્રુતિ શર્મા સાથે અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલા ટોપર બની છે. પંજાબની ગામિની સિંગલાએ ત્રીજો રેન્ક મેળવ્યો છે. ગામીની જેણે તેના બીજા પ્રયાસમાં સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી એટલું જ નહીં, પરંતુ આ પરીક્ષામાં ત્રીજું સ્થાન પણ મેળવ્યું, તેણે તેની સફળતાનો શ્રેય મુખ્યત્વે સ્વ-અભ્યાસ અને તેના પિતાને આપ્યો છે.

સિવિલ સર્વિસ પરીક્ષા 2021ના ​​પરિણામ અનુસાર શ્રુતિ શર્માને ઓલ ઈન્ડિયા રેન્ક-1 મળ્યો છે. આ ઉપરાંત અંકિતા અગ્રવાલ બીજા સ્થાને અને ગામિની સિંગલા ત્રીજા સ્થાને રહી છે. આ વર્ષે ત્રણેય ટોપર છોકરીઓ બની છે. ગામિની સિંગલા ચંદીગઢ પીઈસી એન્જિનિયરિંગ કોલેજની કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની રહી છે.

UPSC પરીક્ષામાં ત્રીજું સ્થાન મેળવનારાઓએ દેશનું નામ રોશન કર્યું છે. PECના પ્રોફેસર સંજીવે જણાવ્યું કે ગામિની ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી રહી છે. વિભાગ તેને યાદ કરે છે અને અમને તેના પર ખૂબ ગર્વ છે અને પહેલેથી જ વિશ્વાસ હતો કે તે આ પરીક્ષા પાસ કરશે. ગામિની સિંગલાએ જણાવ્યું હતું કે મહિલાઓ સખત મહેનત અને સમર્પણ દ્વારા કંઈપણ પ્રાપ્ત કરવા સક્ષમ છે.

 

View this post on Instagram

 

A post shared by ASDNews (@asdnewsmedia)

આ દરમિયાન હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાની રહેવાસી ગામિની સિંગલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ઢોલના તાલે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ગામિની અને તેનો આખો પરિવાર UPSC પરિણામ પછી ડાન્સ કરીને વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ શ્રીનૈના દેવીજીના દરબારમાં પહોંચ્યા હતા. અહીં આખા પરિવારે ઢોલના તાલે ભાંગડા કર્યા અને નયના દેવીના આશીર્વાદ મેળવ્યા.

આ પરીક્ષામાં સફળ થવા માટે ગામીની દરરોજ 9 થી 10 કલાક અભ્યાસ કરતી હતી. ગામીનીના માતા-પિતા બંને ડોક્ટર છે. ગામિની સિંગલાએ આ સફળતાનો શ્રેય ભગવાન તેમજ તેના સમગ્ર પરિવારને આપ્યો છે. માતાજીના દરબારમાં તેમનો ડાન્સ કરતો એક અન્ય વીડિયો  વાયરલ થઇ રહ્યો છે, ગામિનીને આખા દેશમાંથી શુભકામનાઓ મળી રહી છે.