આજે અમે તમને IAS માં પૂછવામાં આવેલા એવા સવાલો વિશે જણાવીશું જેને જાણીને તમારું મગજ પણ વિચારમાં પડી જશે કે આખરે આવા સવાલનો શું જવાબ હશે? IQ લેવલ અને પોતાની આવડતને પારખવા માટે ઇન્ટરવ્યૂ સૌથી ખાસ પડાવ હોય છે. જેનાથી યોગ્ય કેન્ડિડેટની પસંદગી તેની પ્રતિભા અને જવાબોના આધારે કરવામાં આવે છે. આવો તો તમને આવા જ અમુક કઠિન સવાલો વિશે જણાવીએ જેનો જવાબ આપવામાં મોટાભાગે લોકો અસમર્થ રહે છે. શું તમે જવાબ આપી શકશો?

સવાલ-1: તમે માત્ર 2 નો ઉપીયોગ કરીને 23 કેવી રીતે લખી શકશો?
જવાબ- ’22+2/२’
સવાલ-2: તે શું છે જે વર્ષ અને શનિવારમાં એક જ વાર આવે છે?
જવાબ- વર્ષ અને શનિવારમાં એક વાર માત્ર અક્ષર ‘વ’ આવે છે.

સવાલ-3: એક ટેબલ પર, પ્લેટમાં બે સફરજન છે અને તેને ખાનારા 3 વ્યક્તિ છે તો કેવી રીતે ભાગલા થશે?
જવાબ- સવાલનો જવાબ પ્રશ્નમાં જ છે. 1 ટેબલ પર છે, અને 2 પ્લેટમાં છે તો ત્રણ સફરજન થઇ ગયા ને!
સવાલ-4: ક્યાં વ્યક્તિનું હૃદય એક મિનિટમાં 156 વાર ધડકી ચૂક્યું છે?
જવાબ- ‘નીલ આર્મસ્ટ્રેન્ગ’ એ જયારે ચંદ્રમા પર પોતાનો પહેલો પગ મુક્યો ત્યારે તેનું હૃદય 1 મિનિટમાં 156 વાર ધડકી રહ્યું હતું.

સવાલ-5: મહિલાનું એવું કયું રૂપ છે જેને દરેક કોઈ જોઈ શકે છે, પણ તેનો પતિ ક્યારેય જોઈ શકતો નથી?
જવાબ: વિધવાનું રૂપ.
સવાલ-6: તે કોણ છે જે પુરા એક મહિના પછી તમારી પાસે આવે છે અને માત્ર 24 કલાક સાથે વિતાવીને પછી ચાલી પણ જાય છે?
જવાબ: ‘તારીખ’. કેમ કે કોઈપણ તારીખ એક મહિના પછી જ આવે છે, અને 24 કલાક પછી ચાલી પણ જાય છે.

સવાલ-7: પાસવર્ડને હિંદીમાં શું કહેવાય છે?
જવાબ- પાસવર્ડને હિંદીમાં ‘કૂટ શબ્દ’ કહેવાય છે.
સવાલ-8: બેંકને હિંદીમાં શું કહેવાય છે?
જવાબ- ‘અધિકોશ’.

સવાલ-9: ભારતની પ્રથમ મહિલા IAS કોણ હતી?
જવાબ- ‘અન્ના રામજન મલ્હોત્રા’.
સવાલ-10: મનુષ્યની એક આંખનું વજન કેટલા ગ્રામ હોય છે?
જવાબ: મનુષ્યની એક અનખનુ વજન 8 ગ્રામ જેટલું હોય છે.

સવાલ-11: રેલવે પર કિનારે લાગેલા W/L( Wistle board) બૉર્ડનો શું અર્થ છે?
જવાબ- W/L( Wistle board) નો અર્થ થાય છે હોર્ન વગાડવી. જ્યાં આવા પ્રકારના બોર્ડ લાગેલા હોય છે ત્યાં હોર્ન વગાડવાની રહે છે.
સવાલ-12: બે ઘરમાં આગ લાગી છે. એક ઘર ધનવાન વ્યક્તિનું છે અને બીજું ઘર ગરીબનું છે. તો પોલીસ સૌથી પહેલા ક્યાં ઘરની આગ ઠારશે?
જવાબ- પોલીસ આગ ઠારવાનું કામ નથી કરતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks