દિલધડક સ્ટોરી નારી વિશે

બેંગ્લોરમાં મહિલા IAS ઓફિસરે ડ્રાઇવિંગ સીટ પર બેસીને દોડાવી દીધી વોલ્વો, પછી જે થયું તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે

આપણા દેશમાં સમયની સાથે-સાથે મહિલાઓ માટે દરેક ક્ષેત્રમાં સફળતાનાં દરવાજા ખુલતા હોય છે. મહિલાઓ માટે વિમાન ઉડાવવાનું હોય કે પછી સેનામાં ભરતી થવાનું હોય. મહિલાઓ બધા જ પ્રોફેશન સાથે જોડાયેલી રહે છે જેની કલ્પના એક સમય કેવી પણ મુશ્કેલ હતી. આજે પણ અમુક કામ એવા છે જો મહિલાઓને આપણે એ કરતા જોઈએ તો આપણને અપવાદ લાગે છે. એવું જ એક કામ છે બસ ડ્રાઈવરનું.

Image Source

બેંગ્લોર મેટ્રોપોલીટન ટ્રાંસપોર્ટ કોર્પોરેશનમાં 14 હજારથી વધુ ડ્રાઈવર છે. પરંતુ આ ડ્રાઇવરમાં મહિલા ડ્રાઈવરની સંખ્યા ફક્ત એક જ છે. મહિલાઓ ડ્રાઈવરને પ્રેરિત કરવા માટે બીએમટીસીના પ્રબંધક નિર્દેશક સીશિખાએ એક વોલ્વો ચલાવીને દેખાડી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ પહેલી વખત થયું છે કે, એક આઈએએસ ઓફિસરે આ રીતનો ફેંસલો લીધો હોય. બીએમટીસીના એમડી અને મહિલા આઇએએસ ઓફિસરે થોડા દિવસ પહેલા વોલ્વો ચલાવીને બધાને ચોંકાવી દીધા હતા. સી શીખાએ વોલ્વોની ડ્રાઇવિંગ સીટ પર બેસીને બધાને ચોંકાવી દીધા હતા. સી શીખાના ડ્રાઇવિંગે બધાને ચોંકાવી દીધા હતા. હાલના સમયમાં પહેલી વાર એવું થયું છે કે, કોઈ મહિલા આઈએએસ ઓફિસરે નિરીક્ષણ માટે ખુદે બસ ચલાવી હોય.

કોર્પોરેશનના અધિકારીઓની સાથે સી.શિખા પણ નિરીક્ષણ માટે પહોંચી હતી. સી શિખાએ ટેસ્ટ ટ્રેક પર ખુદે વોલ્વો  ચલાવતા પહેલા તો કર્મચારી થોડા ગભરાઈ ગયા હતા પરંતુ સી શીખાએ એક ડ્રાઈવરની જેમ બસ ચલાવતા બધા લોકોએ તાળીના ગણગણાટથી ઉત્સાહ વધાર્યો હતો. શિખાના આ પગલાંથી અન્ય લોકોને પણ પ્રેરણા મળી હતી. એમાં પણ ખાસ કરીને કોર્પોરેશનથી જોડાયેલી એકલી મહિલા ડ્રાઈવર પ્રેમા રમપ્પા પણ શામેલ થઇ હતી. પ્રેમાએ કહ્યું હતું કે, તે પણ મેડમના આ પગલાંથી પ્રેરિત થઇ છે.

Image Source

જણાવી દઈએ કે, બેંગ્લોરમાં દરરોજના 36 લાખ લોકો બસની સેવા લે છે. બેંગ્લોરમાં લગભગ 6400 બસ છે જેમાં 14 હજાર ડ્રાઇવર છે. 2004ની બેચની આઈએએસ શિખાને સપ્ટેમ્બર 2019માં અહીંનો એમડી પદ સોંપવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.