માતા-પિતા બંને આર્મીમાં ઓફિસર, દીકરીએ પહેલા પ્રયાસમાં કોચિંગ વગર પાસ કરી UPSC પરીક્ષા અને બની IAS

માતા-પિતા સેનામાં રહી કરી રહ્યા છે દેશની સેવા, દીકરીએ એક વર્ષની તૈયારીમાં બની IAS…આખી સ્ટોરી વાંચીને સલામ ઠોકશો

દેશની સેવા કરવા માટે જરૂરી નથી કે તમે સેનામાં હોવ. દેશની સેવા ખેડૂત, ડોકટર, એન્જીનિયર, શિક્ષક, પોલિસ અને IAS બનીને પણ કરી શકાય છે. બાળકોને દેશ પ્રત્યે પ્રેમની ભાવના અને માતા-પિતા અને તેમના ગુરુના જ્ઞાનને કારણે જ આવે છે. ઘણા બાળકો, યુવા તેમના પેરેન્ટ્સને દેશની સેવામાં જોઇ તે પણ રાષ્ટ્ર સેવા કરવા ઇચ્છે છે. આવી જ કંઇ કહાની છે આ યુવતિની…

Image Source

આજે તમને એવી દીકરી વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેના માતા-પિતાને આર્મીમાં દેશની સેવા કરતા જોઇ તેને પણ IAS બનવાનો નિર્ણય કર્યો. તેણે માત્ર નિર્ણય કર્યો એટલુ જ નહિ પરંતુ તેણે IAS બનીને દેખાડ્યુ.

વર્ષ 2019માં UPSCની પરીક્ષામાં ચંદ્રજયોતિ સિંહે 28મો રેન્ક લાવી ટોપ કર્યુ હતું. તેની સફળતાની ખાસ વાત એ છે કે, તેણે પહેલીવારમાં જ 22 વર્ષની ઉંમરે કોચિંગ વગર જાતે જ અભ્યાસ કરી આ સફળતા હાસિંલ કરી.

Image source

ચંદ્રજયોતિના માતા-પિતા બંને આર્મીમાં છે. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, મારા માતા-પિતાએ આર્મીમાં રહીને દેશની સેવા કરી છે. તેણે જણાવ્યુ કે, તેના પેરેન્ટ્સ ભારતની ઘણી અલગ અલગ જગ્યાએ રહ્યા અને તે કારણે તેનું બાળપણ પણ અલગ અલગ શહેરોમાં વીત્યુ અને અભ્યાસ અલગ અલગ શહેરોમાં થયો.

Image Source

ચંદ્રજયોતિ હંમેશા તેના ગોલને લઇ શ્યોર હતી. તે સિવિલ સર્વિસ ક્ષેત્રમાં આવવા ઇચ્છતી હતી. જે સમયે તેમનું ગ્રેજયુએશન પૂરુ થયુ તે સમયે તેમની ઉંમર 20 વર્ષની હતી. તે કારણે તેમણે એક વર્ષ ડ્રોપ કરી પરીક્ષાની તૈયારી કરી અને એક વર્ષમાં જ તેણે UPSC પરીક્ષામાં ટોપ કર્યું.

ચંદ્રજયોતિએ જણાવ્યુ હતુ કે તેણે 5 મહિનામાં જ સિલેબસ પૂરો કરી દીધો હતો. તેણે બે ભાગમાં તૈયારી શરૂ કરી હતી. તેણે પહેલા ભાગમાં જીએસ અને બીજા ભાગમાં ઓપ્શનલ તૈયારી શરૂ કરી હતી. તે બાદ તે રાત્રે સમાચાર પત્રક વાચવામાં 1થી 2 કલાકનો સમય લગાવતી હતી. તે બાદ ચંદ્રજયોતિએ ઓક્ટોબર મહિનામાં મોક ટેસ્ટ અને ટેસ્ટ સિરીઝના માધ્યમથી તૈયારીમાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું.

Image source

ચંદ્રજયોતિ મોક ટેસ્ટને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. તે કહે છે કે, તેના દ્વારા આપણે પરીક્ષામાટે મગજને તૈયાર કરી શકીએ છીએ. તેણે જણાવ્યુ કે, તેણે પ્રિલિમ્સ માટે લગભગ 50 મોક ટેસ્ટ આપી. આ ઉપરાંત ઇન્ટરવ્યુ માટે પણ મોક ટેસ્ટ આવશ્યક માને છે.

ચંદ્રજયોતિ કહે છે કે, તે  શરૂઆતમાં 6થી 8 કલાક ભણતી હતી અને પરીક્ષાના થોડા સમય પહેલા તે કલાક વધીને 10 સુધી પહોંચી જતા હતા. તે કરંટ અફેર્સ માટે ઓનલાઇન સાઇટ્સની મદદ લેતી હતી. તેણે કહ્યુ કે, પોતાના પુસ્તકો અને ઓનલાઇન રિસોર્સેસ પર વિશ્વાસ રાખો અને છેલ્લે સુધી તેમાંથી જ તૈયારી કરો.

તે જણાવે છે કે, તે 15 દિવસમાં એકવાર પોતાને અભ્યાસથી દૂર રાખતી અને મિત્રો સાથે તે દિવસે એન્જોય કરતી. તેણે કહ્યુ તૈયારી દરમિયાન વધારે સ્ટ્રેસ ન થાય તેને કારણે પોતાને બ્રેક આપવો જરૂરી છે.

Shah Jina