ખબર

વેલેન્ટાઇન ડેના દિવસે જ IAS અને IPSએ કર્યા લગ્ન, ઓફિસમાં બધાના હોંશ ઉડી ગયા

કોઈ પણ યુવાન હોય કે યુવતી પોતાના લગ્ન માટે કેટલા શમણાં જોતા હોય છે. દરેક યુવક-યુવતીની ઈચ્છા હહોય છે કે, તેના લગ્ન ધામધૂમથી કરવામાં આવે. પરંતુ હાલમાં જ એક IAS અને IPSએ સાદાઈથી લગ્ન કરતા લોકો ચોંકી ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, બંગાળ કેડરના 2015ના IAS તુષાર સિંગલા અને બિહાર કેડરના 2018ના IPS નવજોત સિમ્મીએ કોઈ પણ ધામધૂમ કર્યા વગર લગ્ન કરી લીધા હતા.

Image Source

બંને અધિકારીઓને વ્યસ્તતાને કારણે ધામધૂમથી લગ્ન કરવાનો સમય મળી રહ્યો ના હતો. જિંદગીની નવી સફર શરૂ કરવા માટે બંનેએ એક નવો જ રસ્તો કાઢ્યો હતો. બંનેએ સરકારી કાર્યાલયમાં જ લગ્ન કરી લીધા હતા. તુષાર અને નવજોત બંને ગુજરાતના જ નિવાસી છે. લગ્ન માટે IPS અધિકારી નવજોત પટનાથી બંગાળ ગઈ હતી.

Image Source

આ બાબતે રાજ્યના મંત્રી અરૂપ રોયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રીતે લગ્ન કરવાથી કોઈ ખોટું નથી કર્યું. લગ્ન માટે રજિસ્ટ્રી પણ કાનૂની પ્રક્રિયા છે. સરકારી ઓફિસમાં લગ્ન કરવા પર કોઈ વિવાદ થવો ના જોઈએ.

એક ખબર અનુસાર, તુષાર સિંગલા લગ્ન માટે પંજાબ જવાના હતા. પરંતુ કામમાં વ્યસ્તતાને કારણે તારીખ આગળ જઈ રહી હતી. આ માટે ‘વેલેન્ટાઈન ડે’ના ખસ દિવસે તુષારની ઓફિસમાં જ લગ્નની પ્રક્રિયા પુરી કરવામાં આવી હતી.

Image Source

પૈસા હોવા છતાં IAS અને IPS માટે સાધારણ રીતે લગ્ન કરવા એ એક સારો સંદેશ છે. લગ્ન માટે બંને દિલ મળવા જોઈએ.

Image Source

નવજોત અને તુષાર લગ્ન કર્યા બાદ મંદિરમાં પણ ગયા હતા. આ બાદ તેને વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.