ખબર

પરિણિતાના પિતાએ કહ્યુ દીકરીના હત્યારાને માફ નહિ કરું: આયેશાના પિતાની વ્યસ્થા સાંભળીને તમારું પણ હૈયું કંપી ઉઠશે

અમદાવાદમાં આપઘાતની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરણિતાએ અંતિમ વિડીયો બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતને આધારે પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આઈશાએ તેના અંતિમ વીડિયોમાં તેના પતિને માફ કરી દીધો છે પરંતુ આઇશાના પિતા તેને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું.’

પરિણીતાએ આપઘાત કરતા પહેલા પિતાના ખબર અંતર પૂછ્યા હતા અને બાદમાં પતિને ફોન કરીને તેના ત્રાસથી આપઘાત કરવા જાય છે તેવું જણાવ્યુ હતુ. પતિએ ‘તું મરી જા અને વિડીયો મોકલજે’ તેવું કહ્યું હતું. પરિણીતાએ આપઘાત પહેલા રિવરફ્રન્ટ ખાતે એક વિડીયો બનાવીને પતિને મોકલ્યો હતો હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સાથે હવે આપઘાત પહેલા પરિણીતાએ પિતા સાથે વાત કરી હતી તેનો ઓડિયો વાયરલ થયો છે. પિતાએ તેને રોકવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ આઇશાએ તેમની વાત ન માની અને આખરે તેણે આપઘાત કરી લીધો.

પત્નીના આપઘાત કર્યા બાદ તેના પતિએ એક વોટ્સએપ સ્ટેટસ મૂકયુ હતુ જેને જોઇને લોકો ચોંકી ગયા આપઘાતના દિવસે આયશાએ પતિ સાથે વાત કરી હતી અને તેના પતિ આરીફે તેને મરી જવા અને વિડીયો બનાવવા કહ્યુ હતુ.

પરિણિતાના મોત બાદ તેના પતિ આરીફે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું. જેમા તેણે લખ્યું કે કોણ ચાલ્યુ ગયુ તે મહત્વનુન નથી પરંતુ કોણ અત્યારે સાથે છે તે મહત્વનું છે.