માત્ર 5 લાખમાં ટાટા નેનોથી પણ લંબાઈમાં નાની હ્યુન્ડાઇ કંપની ભારતમાં લોન્ચ કરી રહી છે સૌથી નાની SUV ? જાણો શું હશે ખાસિયત

આજે કાર મોટાભાગના લોકોની જરૂરિયાતનો એક ભાગ બની ગઈ છે, ત્યારે અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ અલગ મોડલની કાર લોન્ચ કરવામાં આવે છે, ત્યારે એક ખબર એવી આવી છે જે સાંભળીને SUV કાર લેવાનો શોખ ધરાવતા લોકો ખુશીથી ઝૂમી ઉઠશે, કારણ કે હ્યુન્ડાઇ મોટર્સ દ્વારા ભારતની અંદર પોતાની સૌથી નાની SUV લોન્ચ કરવામાં આવશે. જેને માઈક્રો એસયુવી પણ કહેવામાં આવે છે.

ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ પ્રમાણે હ્યુન્ડાઇ માઈક્રો એસયુવીને આવતા વર્ષે સૌથી પહેલા સાઉથ કોરિયાની અંદર લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ કારનું નામ “Casper” રાખ્યું છે. સાઉથ કોરિયામાં લોન્ચિંગ બાદ આ કારને ભારતની અંદર ઉતારવામાં આવશે.

ભારતની અંદર આ કારને એક અલગ નામ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. જેની જાણકારી પછીથી આપવામાં આવશે. આ ગાડી હ્યુન્ડાઇની સૌથી નાની એસયુવી હશે. તેને હ્યુન્ડાઇન કે1 કોમ્પએકટ કાર પ્લેટફોર્મ ઉપર બનાવ વામાં આવી છે. જે Grand i10NIos અને Santro જેવી કારમાં પહેલાથી જ મોજુદ છે.

કારની લાંબાઈ 3,595 મિમિ, પહોળાઈ 1,595 મિમિ અને ઊંચાઈ 1,575 મિમિ હોવાની આશા છે. જો આ આંકડા બરાબર છે તો હ્યુન્ડાઇ કેસ્પર હાલની સેન્ટરો હેચબેકથી થોડી નાની અને સાંકળી હશે.

આ માઈક્રો એસયુવીની અંદર 1.2 લીટર, 4 સિલેન્ડર નેચરલ રૂપથી એસ્પિરેટેડ એન્જીન હશે. જે ગ્રાન્ડ આઈ10 નિઓસમાં આવે છે. આ એંજીનગ ગ્રાન્ડ આઈ10 નિઓસમાં 114Nmનું ઉત્પાદન કરે છે.

રિપોર્ટ પ્રમાણે નવી કેસ્પરનું ટ્રાયલ પહેલાથી શરૂ થઇ ગયું છે.જયારે ફૂલ પ્રોડક્શન સપ્ટેમ્બર 2021માં શરૂ થવાની આશા છે. લાઇનઅપમાં કારનું એક ઇલેક્ટ્રિક વર્ઝન પણ છે. વાત જો આ કારની કિંમતની કરીએ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કારની કિંમત 5 લાખ રૂપિયાયથી શરૂ થઇ શકે છે. જે એસયુવી સેગમેન્ટમાં સૌથી ઓછી છે.

આ કારની લાંબાઈ ટાટા નેનો કાર કરતા પણ નાની હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરિયન માર્કેટમાં તેનું નામ AX1 માઈક્રો-SUV હશે. હ્યુન્ડાઈ કેસ્પરની ટક્કર ટાટા HBX માઈક્રો-SUV, મારુતિ સુઝુકી ઇગ્નિસ અને મહિન્દ્રા KUV 100 જેવી હાઈ-રાઈડિંગ હેચબેક સાથે થઈ શકે છે.

Niraj Patel