જો તમે પણ Hyundai Creta લેવા માંગતા હોવ તો ફક્ત આટલા ભરીને લઇ આવી શકો છો…

કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં હુંડઇ ક્રેટાનો દબદબો છે. હુંડઇ ક્રેટા 25થી વધારે વેરિઅન્ટ્સમાં આવે છે. આની કિંમત 10.44 લાખ રૂપિયાથી શરૂ થઇને 18.24 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) સુધી જાય છે. આ ડિઝલ અને પેટ્રોલ બંને ઓપ્શનમાં આવે છે. આમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ચાલો તમને આના પેટ્રોલ એન્જીન ઓપ્શનવાળા એસ અને ઇએક્સ વેરિઅન્ટની ફાઇનાન્સ ડિટેઇલ જણાવીએ.

અમે તમને ડાઉન પેમેન્ટ, લોન, વ્યાજ દર અને ઇએમઆઇની જાણકારી આપીશું. હુંડઇ ક્રેટા એસ મેન્યુઅલ પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 12.61 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. આની ઓન રોડ કિંમત લગભગ 14,64,072 રૂપિયા (દિલ્લીમાં) હશે. જો તમે આને 2 લાખ રૂપિયા ડાઉનપેમેન્ટ કરી બાકીનું ફાઇનાન્સ કરાવો છો તો તમારે 12,64,072 રૂપિયાની લોન થશે,

હવે તમે 8 ટકા વ્યાજ દરથી 5 વર્ષ માટે લોન લો છો તો દર મહિને 26,240 રૂપિયા ઇએમઆઇ થશે. આ સ્થિતિમાં કુલ લોન પર લગભગ 3.10 લાખ રૂપિયાની વ્યાજ ચુકવણી થશે. હુંડઇ ક્રેટા ઇએક્સ મેન્યુઅલ પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 11.38 લાખ એક્સ શો રૂમ છે. આની ઓન રોડ કિંમત 13,23,342 રૂપિયા (દિલ્લીમાં) હશે. જો તમે ક્રેટા ઇએક્સ વેરિઅન્ટ માટે 2 લાખ રૂપિયા ડાઉનપેમેન્ટ ભરો છો

તો તમારે 11,23,342 રૂપિયાની લોન લેવી પડશે. જો તમે લોન 9 ટકા વ્યાજ દર 5 વર્ષ માટે લો છો તો દર મહિને 23,319 રૂપિયાનું ઇએમઆઇ થશે. આ સ્થિતિમાં ક્રેટા ઇએક્સ પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટના લોન પર તમને લગભગ 2.76 લાખ રૂપિયાનું વ્યાજ ચુકવવાનું થશે.

Shah Jina